Actor Karn Beats model Swati Mehra in Indore, Serious Injury in Ear
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેતાએ મોડેલ પત્નીને એટલી મારી કે તેના કાનનો પડદો જ ફાટી ગયો, કારણ હતુ ખાસ

અભિનેતાએ મોડેલ પત્નીને એટલી મારી કે તેના કાનનો પડદો જ ફાટી ગયો, કારણ હતુ ખાસ

 | 10:36 pm IST

દહેજનું દૂષણ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ બોલિવૂડ્માં પણ છે. અહીં પણ દહેજના દૂષણમાં હિંસા ભળેલી હોય છે. ઈન્દોરમાં એક અભિનેતા પર તો તેની મોડલ પત્ની અત્યંત ગંભીર પ્રકારનો આરોપ લગાવ્યો છે.

મોડલે આરોપ લગાવ્યો છે કે તેના અભિનેતા પતિએ તેને દહેજને લઈને એટલી તો મારી કે તેના કાનનો પદડો જ ફાટી ગયો હતો. એટલુ જ નહીં મારપીટ બાદ પતિ તેને તરછોડી દીધી.

પીડિતાનું નામ સ્વાતિ મેહરા છે. તે 30 વર્ષની છે અને મોડેલ છે. સ્વાતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રીએ 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

બંનેની મુલાકાત જૂન 2018માં મુંબઈમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં કર્ણ મુખ્ય રોલમાં હતો. તેમની મિત્રતા લગ્નમાં પરિણમી. લગ્નના બીજા જ મહિને પતિએ સ્વાતિ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું.

સ્વાતિના જણાવ્યા પ્રમાણે આ મામલે જ કર્ણએ તેની સાથે અનેકવાર મારપીટ કરી, જેનાથી તેના કાનનો પડદો પણ ફાટી ગયો. સ્વાતિએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પતિ કર્ણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અભિનેતા અને આરોપી કર્ણનું કહેવું છે કે, સ્વાતિ મારાથી જુદી રહે છે. આ નિર્ણય અમારો સહમતિથી લેવાયો હતો. મેં આજ સુધી ક્યારેય સ્વાતિ પર હાથ જ નથી ઉપાડ્યો. તે મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે અને પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન