Actor Salman Khan Surprised Everyone Announced about Marriage
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન વિશે સલમાનનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 23મી મેના રોજ કરશે જાહેરાત

લગ્ન વિશે સલમાનનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 23મી મેના રોજ કરશે જાહેરાત

 | 5:47 pm IST

બોલિવૂડનો ‘દબંગ’ સલમાન ખાનના તેના લગ્નને લઈ ઘણો ચર્ચામાં રહે છે. ખાસ કરીને ફેન્સ સલમાન ખાનના લગ્ન વિશે ઘણા ઉત્સાહિત છે. પરંતુ હવે એક ઈન્ટરવ્યૂમાં લગ્ન વિશે વાત કરતા સલમાન ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જી હાં, તેને કહ્યું કે તેઓ 23મી મેના રોજ તેના લગ્નની જાહેરાત કરશે. ચોંકી ગયા ને… તમને ફરી લાગતું હશે આ કદાચ એક અફવા છે. જો તમે આવું કંઈક વિચારી રહ્યા છો તો તમે એકદમ સાચું વિચારી રહ્યા છો. ખરેખર, સલમાને આ વાત કહી તો છે પણ એ માત્ર એક મજાક છે.

એક ખાનગી મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન જ્યારે તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો જવાબ આપતા સલમાને કહ્યું કે 23મી મેના રોજ લગ્નની જાહેરાત કરવી જોઈએ. સલમાને આ વાત મજાકમાં કહી. કારણ કે સલમાનને ખબર છે કે 23મી મેના રોજ લોકસભા ચૂંટણીની કાઉટિંગ થવાની છે. આ દિવસે નક્કી થશે કે આગામી 5 વર્ષો માટે આપણા દેશના વડાપ્રધાન કોણ બનશે. સલમાનને લાગે છે કે તેના લગ્નથી વધુ મહત્વપૂર્ણ વિષય ચૂંટણી પરિણામ હશે અને લોકોનું ધ્યાન કાઉંટિંગ પર રહેશે. તેથી લોકો સલમાન ખાનના લગ્ન પર વધુ ધ્યાન નહીં આપે.

ઉપરાંત આ જ ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને પિતા બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાને કહ્યું કે તેને બાળકો જોઈએ પણ બાળકો સાથે મા આવે છે અને તેને મા નથી જોઈતી. પરંતુ સલમાનને એક બાળકની જરૂરત છે. સલમાને કહ્યું કે તેની પાસે બાળકની દેખરેખ કરવા માટે એક આખું ગામ છે. તેથી હોઈ શકે છે કે બધાની ખુશી માટે સલમાન આ વિશે વિચાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે જે 5મી જૂને રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન