shabana azmi injured car rammed into truck pune mumbai expressway
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રી શબાના આઝમીનો ભયંકર રોડ અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં ગંભીર રીતે ઘાયલ

અભિનેત્રી શબાના આઝમીનો ભયંકર રોડ અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં ગંભીર રીતે ઘાયલ

 | 5:30 pm IST

ગીતકાર જાવેદ અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીનું હાલમાં રોડ અકસ્માતમ થયું છે અને એમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. ખાલાપુર ટોલ પ્લાઝા નજીક પુણે-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર તેમની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અભિનેત્રી શબાના આઝમીને એમજીએમ હોસ્પિટલ પનવેલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માત થયો ત્યારે અભિનેત્રી શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર પણ કારમાં હતા. જો કે તેને કંઈ થયું નથી.

હાલમાં જ શબાનાના પતિ જાવેદ અખ્તરે તેનો 75મો જન્મદિવસ 17 જાન્યુઆરીએ ઉજવ્યો હતો. તેમણે ખૂબ જ ખાસ રીતે તેમના જન્મદિવસની મજા માણી હતી. તેમણે બે પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. એક પાર્ટી 16 જાન્યુઆરીની રાત્રે અને બીજી પાર્ટી 17 જાન્યુઆરીની રાત્રે યોજાઈ હતી. પ્રથમ પાર્ટીમાં તેણે જૂના દિવસોને યાદ કરીને રેટ્રો થીમ પાર્ટી આપી હતી. બીજી પાર્ટીમાં તેણે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

આ સમય દરમિયાન ફિલ્મ જગતના મોટા સ્ટાર્સ સામેલ થયા હતા. પાર્ટીની થીમ રેટ્રો રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન, તમામ સેલેબ્સ રેટ્રો લુકમાં જોવા મળ્યા હતા. ફરહાન અખ્તર પણ તેના પિતાના જન્મદિવસ પ્રસંગે પહોંચ્યો હતો. ફરહાન અમિતાભ બચ્ચનના લુકમાં જોવા મળ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના પાલડીની ગોપી સ્વીટને રૂ.5 હજારનો દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન