Actor shahrukh khan son Aryan khan did not get bail mumbai-cruise-drug
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન ખાનને મોટો ઝટકો, કોર્ટે ફરી એક વખત જામીન અરજી ફગાવી

આર્યન ખાનને મોટો ઝટકો, કોર્ટે ફરી એક વખત જામીન અરજી ફગાવી

 | 2:57 pm IST
  • Share

  • શાહરૂખના દીકરા આર્યન ખાનને વધુ ઝટકો
  • ફરી એક વખત કોર્ટે ફગાવી જામીન અરજી
  • મુંબઇ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યનને ન મળ્યા જામીન


શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાન સાથે તેના મિત્ર અરબાજ મરચન્ટ અને મુનમુન ધામેચાની પણ જામીન અરજી પર ફગાવી દેવામાં આવી છે. સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા ઘણા દિવસોથી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. 14 ઓક્ટોબરે સુનાવણી બાદ જજ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

સિનિયર એડવોકેટ અમિત દેસાઈ, એડવોકેટ સતીશ માનશિંદે અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી કોર્ટ પહોંચ્યા હતા. તેમના સિવાય જુનિયર વકીલો પણ ખાસ NDPS કોર્ટમાં હતા. વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે  NCB ને ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવૂડની ઉભરતી અભિનેત્રીની ચેટ પણ મળી આવી છે. બંનેની ચેટમાં નશાને લગતી કેટલીક વાતો થયેલી છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન આરોપીઓની ચેટ્સ જે NCB ટીમ દ્વારા કોર્ટને સોંપવામાં આવી છે તેમાં આર્યન સાથેની આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો