‘સોનુ સૂદ ટેઈલર શોપ’ અહીં મફતમાં સિલાઈ કરી આપવામાં આવશે, અભિનેતાનો વીડિયો વાયરલ
January 16, 2021 | 5:28 pm IST
અભિનેતા સોનુ સૂદે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો 16 જાન્યુઆરીએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘સોનુ સૂદ ટેઈલર શોપ. અહીં સીવણ મફત કરવામાં આવે છે. જો પેન્ટની જગ્યાએ નીકર બની જાય તો બદલી આપવાની ગેરંટી નથી. 20 સેકન્ડના આ વીડિયોમાં અભિનેતા સોનુ સૂદ સિલાઈ મશીન ચલાવતા નજરે પડે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો હજુ પણ શેર કરી રહ્યા છે. લોકોએ આ અંગે કોમેન્ટ પણ કરી છે. તો જુઓ અહીં આ વીડિયો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન