આર્મી કેન્ટીનમાં સુશાંત, કહ્યું- લગ્ન જીવન માટે આ કામ કરવું ખૂબ જરૂરી - Sandesh
  • Home
  • Entertainment
  • આર્મી કેન્ટીનમાં સુશાંત, કહ્યું- લગ્ન જીવન માટે આ કામ કરવું ખૂબ જરૂરી

આર્મી કેન્ટીનમાં સુશાંત, કહ્યું- લગ્ન જીવન માટે આ કામ કરવું ખૂબ જરૂરી

 | 3:03 pm IST

સામાન્ય રીતે આપણી એવી ધારણા હોય છે કે લેવિશ લાઈફ જીનારા બોલિવૂડ સ્ટાર્સ કોઈ કામ નહીં જાણતા હોય અથવા નહીં કરતા હોય. પરંતુ આ લોકો પણ દરેક સામાન્ય માણસની જેમ ઘરના નાના-મોટા કામ જાતે કરતા હોય છે. અને આ વાત સાબિત કરે છે સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો.

સુશાંત સિંહ રાજપૂતે શનિવારના રોજ એક વીડિયો શેર કર્યો જેમાં તે રોટલી બનાવી રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તે મિલિટ્રી કેન્ટિનનો છે.

વીડિયોમાં તે એક મહિલા સાથે વાતચીત કરી રહ્યો છે, જે તેને ગોળ રોટલીનું સિક્રેટ પુછે છે. સુશાંત કહે છે કે, મને શીખવવામાં આવ્યુ છે કે જો શરુઆતના 30 વર્ષમાં તમારા લગ્ન થઈ જાય છે અને તમને આ બધુ આવડતુ હશે તો આગળના વર્ષો સરળતાથી પસાર થઈ જાય છે.

સુશાંત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ વિડીયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું- When your heart is full of gratitude, every skill reciprocates to help you.