Actor Sushant Singh Rajput total Income and assets details
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નાની ઉંમરમાં જ સુશાંતે કરી કરોડોની કમાણી, કુલ મિલકત અને ફિલ્મ દીઠ ફી જાણી ચોંકી જશો

નાની ઉંમરમાં જ સુશાંતે કરી કરોડોની કમાણી, કુલ મિલકત અને ફિલ્મ દીઠ ફી જાણી ચોંકી જશો

 | 12:43 pm IST

પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે કથિત રીતે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હંમેશા ખુશ રહેનાર અભિનેતા સુશાંતના મોતની ખબરે આખા દેશને હચમચાવી દીધો છે. સુશાંતના મોત પાછળ કેટલાક સવાલો ઉભા થયા છે. જો કે, સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું જેમાં ગળે ફાંસી લગાવવાના કારણે મોત નીપજ્યું છે એવો ખુલાસો થયો છે. પરંતુ તેના પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે.

કુલ મિલકત 60 કરોડથી વધુ:

નાની ઉંમરમાં જ સુશાંત સિંહ રાજપૂતે મોટી સફળતા મેળવી હતી. દમદાર એક્ટિંગના કારણે સુશાંત સિંહની લોકપ્રિયતા સતત વધી હતી. જેના કારણે તેની ફિલ્મ દીઠ ફીમાં પણ વધારો થયો હતો. આપણે જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે તેના ફિલ્મી કરિયરમાં વધુ ફિલ્મો તો ન કરી પરંતુ જેટલી પણ કરી મોટા ભાગે સફળ રહી. મીડિયા રિપોર્ટ મુજબ સુશાંત સિંહ રાજપૂત એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા લેતો હતો.

રિપોર્ટ પ્રમાણે સુશાંત જાહેરાતો માટે 1 કરોડ રૂપિયા સુધી ફી લેતો હતો. ઉપરાંત, તેને કેટલીક રીયલ એસ્ટેટ પ્રોપર્ટીઝમાં પણ રોકાણ કર્યું હતું. તેની કુલ મિલકત 80 લાખ ડોલર એટલે કે 60 કરોડ રૂપિયાથી વધુ છે. તેની ફિલ્મ એમએસ ધોનીએ લગભગ 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સુશાંત સિંહે ફિલ્મ, જાહેરાતો અને રોકાણના માધ્યમથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

સુશાંત પાસે હતો કાર અને બાઇક્સનો કાફલો:

રિપોર્ટ મુજબ સુશાંત સિંહ રાજપૂત પાસે બાઇક્સ અને કારનો કાફલો હતો. જેમાં મસેરાટી ક્વાટરોપોર્તે, લેન્ડ રોવર, રેંજ રોવર એસયુવી, બીએમડબ્લ્યુની 1300 આર મોટરસાયકલ અને બીજી ઘણી કારો શામેલ છે. સુશાંતની દરેક ફિલ્મ કમાણીનો એક નવો રેકોર્ડ બનાવતી હતી જેના કારણે તેની ફીમાં પણ સતત વધારો થતો હતો. બોલિવૂડ પહેલા તેને ટીવીમાં પણ ઘણા સમય સુધી કામ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ વિસ્તાર વાઈસ કોરોનાના કેસ પર નજર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન