Actor Tiger Shroff Fighting and Action Video Goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • બોલિવૂડના એક્શન હિરો ટાઈગર શ્રોફના આ Videoએ જીતી લીધા ફેન્સના દિલ

બોલિવૂડના એક્શન હિરો ટાઈગર શ્રોફના આ Videoએ જીતી લીધા ફેન્સના દિલ

 | 4:56 pm IST

ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’(SOTY2) છેલ્લા સાત દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને હવે ફિલ્મ 50 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ છે. જોકે આ ફિલ્મને ક્રિટિક્સનો પર્યાપ્ત પ્રેમ મળ્યો નથી અને ફિલ્મ ધીમી ગતિએ બોક્સ ઓફિસ પર કલેક્શન વધારી રહી છે. આ ફિલ્મથી અનન્યા પાંડે અને તારા સુતારિયા જે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે તેઓ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

આ વચ્ચે ટાઈગર શ્રોફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ટાઈગર એક શખ્સ સાથે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતા નજરે આવી રહ્યો છે. ટાઈગરના આ એક્શન વીડિયોને ફેન્સ ઝડપથી શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટાઈગરે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું કે,‘ક્લાઇમેક્સ એક્શન પહેલા એક છેલ્લી પ્રેક્ટિસ…ફ્રિસ્ટાઇલ…SOTY2.’ કમાલની એક્શન દેખાડતા ટાઈગરના આ વીડિયોએ ફેન્સના દિલ જીતી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન