અભિનેતાઓના ફ્લ્મિી જીવનને લઇને શાહિદ કપૂરે કરી અગત્યની વાત - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અભિનેતાઓના ફ્લ્મિી જીવનને લઇને શાહિદ કપૂરે કરી અગત્યની વાત

અભિનેતાઓના ફ્લ્મિી જીવનને લઇને શાહિદ કપૂરે કરી અગત્યની વાત

 | 12:54 am IST

અભિનેતા શાહિદ કપૂરે પોતાના અને અન્ય અભિનેતાઓના ફ્લ્મિી જીવન વિશે વાત કરતા કહ્યું કે, લોકપ્રિયતા, ગ્લેમર્સ અને પ્રશંસા જેવી વાતો સપનાઓમાં જ સારી લાગે છે. પણ માણસ તો એકલો જ હોય છે, જે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા કોઇની શોધમાં હોય છે. ૩૭ વર્ષના અભિનેતા શાહિદ કપૂરે કહ્યું કે, જ્યારે આપણે એકલા હોઇએ છીએ, ત્યારે આપણી ભાવનાત્મકતાથી પોતાને મજબૂત બનાવીએ છીએ, જે એક અભિનેતાની રૂપે તેને સમૃદ્ધ બનાવે છે. શાહિદે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, એક કલાકાર તરીકે તમે પોતાની જાતને એકલા જ સમજો છો. તમે પળે પળે ચર્ચાઓમાં રહો છો, અને લોકો પણ તમને તેજ નજરથી જુએ છે. મારું માનવું છે કે જ્યારે પણ કંઇ ભાવનાત્મક હોય છે, તો તે કેમેરામાં કેદ થયા વગર રહેતી નથી. શાહિદ કપૂરને એકલાપણાના અનુભવને પોતાના હૃદયની ખૂબ નજીકથી બતાવ્યો છે. તેણે કહ્યું કે આ સમયે તે પોતાની જાત સાથે ઇમાનદાર છે. તેમજ આશા છે કે અંદરથી પણ પરિવર્તન આવી રહ્યું હશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, અભિનેતા શું કરે છે? શું કહે છે? તે જાણવાનો લોકોને ઉત્સાહ હોય છે. માટે જ એક અભિનેતા તરીકે તેની અંદરથી જેટલું હોય છે તેટલું જ તેણે બહાર પણ બતાવવાનું હોય છે. હિન્દી સિનેજગતમાં આ બધું સંભાળતા શીખી લીધું છે અને તેમનું માનવું છે કે કારકિર્દીમાં આગળ વધવા માટે આ બધું જાણવું ખૂબ જરૂરી છે. નહીં તો એક અભિનેતા તરીકેનું કામ કઠિન બની જાય છે. અભિનેતા તરીકે હંમેશાં તમારો ગ્રાફ ઉપર નીચે જતો રહેતો હોય છે. જો તમે એક સારા અભિનેતા બનવા માંગતા હોવ તો, એક કલાકાર તરીકે સ્વાર્થીપણું પણ જરૂરી છે. શાહિદ કપૂરે ઉમેર્યું કે, જ્યારે હું મારી ફ્લ્મિી કારકીર્દી સામે નજર કરું છું તો જણાય છે કે મં ઘણી ખરાબ ફ્લ્મિો કરી છે અને ઘણી સારી ફ્લ્મિો પણ કરી છે.