holi Bollywood actors who dont play holi festival dont like colors
  • Home
  • Featured
  • Photos: જ્હોન અબ્રાહમથી લઇને કરીના કપૂર સુધી, હોળીથી દૂર ભાગે છે આ ફિલ્મી સિતારાઓ

Photos: જ્હોન અબ્રાહમથી લઇને કરીના કપૂર સુધી, હોળીથી દૂર ભાગે છે આ ફિલ્મી સિતારાઓ

 | 2:09 pm IST

રંગોનો તહેવાર બસ હવે ગણતરીની કલાકોમાં જ છે. હોળીની તૈયારીઓ પુરજોશમાં છે. બોલિવૂડની હોળી પાર્ટીઓ અલગ જ હોય છે. બોલિવૂડમાં હોળીની પાર્ટીનું ખાસ આકર્ષણ છે. એક જમાનામાં રાજ કપૂરની હોળીની પાર્ટી ખુબજ લોકપ્રિય છે. હોળીને ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. જો કે કેટલાક એવા કલાકોરો પણ છે જેમને રંગોથી રમવુ સહેજ પણ ગમતુ નથી અને તેઓ હોળીથી દૂર ભાગે છે.

જ્હોન અબ્રાહમ એ બોલિવૂડના સિતારાઓ છે જે હોળી નથી રમતો. કેમિકલથી ભરતા રંગોથી ત્વચાને નુકસાન થાય છે અને પર્યાવરણને ખુબજ નુકસાન થાય છે. જ્હોન માને છે કે આ તહેવારનો ફાયદો ઉઠાવી મહીલાઓ સાથે છેડછાડ કરવામાં આવે છે જે તેમને જરા પણ પસંદ નથી.

રણવીર સિંહને પણ રંગોથી રમવુ નથી ગમતુ. રણવીરને તેના ચહેરા પર કોઇ રંગ નાખે તો તે પસંદ નથી આવતુ. આથી તે હોળીથી દૂર જ ભાગે છે. કરીના કપૂર ખાન હોળીનો તહેવાર તો રમે છે પણ તેના દાદાના નિધન પછી હોળીના રંગો ફિક્કા થઈ ગયા. કરીના જ્યારે રંગોથી રમે છે તેને તેના દાદા યાદ આવે છે આથી તે રંગોથી દૂર જ રહે છે. દાદાના નિધન પછી તે રંગોથી રમતી જ નથી.

એક્ટર સૂરજ પંચોલી હોળી રમવાનું ખુબજ પસંદ કરે છે. બાળપણમાં તે ખુબજ હોળી રમતો હતો. સમય જતા તેને સમજાયુ કે હોળીમાં પાણીનો ખુબજ બગાડ થાય છે. આથી તેણે હોળી રમવાનું બંધ કરી દીધુ.

ટાઇગર શ્રોફને લાગે છે કે હોળીમાં ફક્ત પાણી બરબાદ થાય છે આથી તે હોળી રમવાથી દુર જ રહે છે. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી પણ હોળી રમતો નથી. તે પણ માને છે કે હોળીમાં પાણીની બરબાદી થાય છે. હોળીમાં કેમિકલના રંગોનો ઉપયોગ થાય છે. આથી તે રંગોથી દુર જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન