Actree Kangana Ranaut Super Hot Photos goes Viral on Social Media
  • Home
  • Featured
  • Cannesમાં દેખાયો કંગના રનૌતનો સૌથી બોલ્ડ લુક, Photos જોઈ ફેન્સના ઉડી ગયા હોશ

Cannesમાં દેખાયો કંગના રનૌતનો સૌથી બોલ્ડ લુક, Photos જોઈ ફેન્સના ઉડી ગયા હોશ

 | 6:18 pm IST

કંગના રનૌત આ વખતે ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’ તેના હોટ અને ગ્લેમરસ લુકના કારણે ઘણી ચર્ચામાં રહી છે. કંગનાએ તેના લુક્સથી ફેન્સ અને ફેશન ક્રિટિક્સને ઇમ્પ્રેસ કર્યા છે. પરંતુ હવે કંગનાના લુકની જે તસવીરો સામે આવી છે. એ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે.

જી હાં, કંગના રનૌતની ટીમે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક્ટ્રસની કેટલીક ફોટોઝ ફેન્સ સાથે શેર કરી છે. જેમાં કંગના ખબૂજ હોટ અને ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે. કંગનાએ તાજેતરમાં ખૂબજ બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેને મોહક અંદાજમાં અલગ-અલગ પોઝ આપ્યા છે. કંગનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. કંગનાની બ્યૂટીને જોઈ ફેન્સ દિવાના થયા છે અને તસવીરોને શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે કંગનાના લુક્સની ઘણી ચર્ચા થઈ છે. ક્યારે તેઓ વ્હાઇટ આઉટફિટમાં તો ક્યારે વ્હાઇટ કલરના સ્લિટ ગાઉનમા નજરે આવી. ઉપરાંત કંગનાનો કાંજીવરમ સાડી લુક ઘણો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન