Actress Aahana Kumra posts Glamorous Photos on Social Media
  • Home
  • Featured
  • ‘Big B’ સાથે કામ કરનારી એક્ટ્રેસનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોઈ તમે પણ હક્કા-બક્કા રહી જશો

‘Big B’ સાથે કામ કરનારી એક્ટ્રેસનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોઈ તમે પણ હક્કા-બક્કા રહી જશો

 | 11:01 pm IST

ટીવી શો ‘યુદ્ધ’માં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરનારી અભિનેત્રી આહના કુમરા(Aahana Kumra) સતત તેની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આહના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત નવી-નવી તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. હાલ આહનાની સ્વિમસૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

આ સ્વિમસૂટની તસવીરોમાં આહના ખૂબ જ હોટ અને ગ્લેમરસ નજરે આવી રહી છે. આહના દ્વારા પોસ્ટ આ તસવીરોને ફેન્સ લાઇક કરી રહ્યા છે અને સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર આહનાના 7 લાખથી વધુ ફોલોવર્સ છે. વર્કફ્રંટની વાત કરીએ તો આહનાએ ‘ઇનસાઇડ એઝ’ અને ‘રંગબાઝ’ જેવી વેબ સિરીઝમાં અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય સાથે પોતાનું સ્થાન બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન