actress alaya f dance on gallan kardi song video viral on social media
  • Home
  • Featured
  • અભિનેત્રીએ શેર કર્યો પોતાનો ડાન્સ વીડિયો, જુઓ શૂટિંગ પહેલા કઈ રીતે કરવામાં આવે છે તૈયારી

અભિનેત્રીએ શેર કર્યો પોતાનો ડાન્સ વીડિયો, જુઓ શૂટિંગ પહેલા કઈ રીતે કરવામાં આવે છે તૈયારી

 | 8:21 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર તેની ફિટનેસ અને ડાન્સ વીડિયો ફેન્સ વચ્ચે શેર કરતી જોવા મળે છે. અલાયા ફર્નિચરવાલાએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડાન્સ રિહર્સલ જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અલાયા ફર્નિચરવાલા ફિલ્મ ‘જવાની જાનેમનના ગીત પર તેના જોરદાર ડાન્સ મૂવ્સથી બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. આ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અલાયા ફર્નિચરવાલાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારો પહેલો શૂટ’ ગલ્લાં કરદી ગીતનો પહેલો રિહર્સલ વીડિયો છે. સ્નીકરથી 6 ઇંચની હિલ સુધીની સફર. બંનેમાં એક જ સામ્યતા છે કે હું કેટલી ડરી ગઈ હતી. હવે જ્યારે પણ હું પાછું વળીને જોઉં છું ત્યારે હસું છું. અલય ફર્નિચરવાલાના આ વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. તો જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન