Actress Amy Jackson flaunts her Baby Bump on the Beach Photos
  • Home
  • Photo Gallery
  • કુંવારી માતા બનવા જઈ રહેલી અભિનેત્રીએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો

કુંવારી માતા બનવા જઈ રહેલી અભિનેત્રીએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો

 | 7:51 pm IST

બોલીવુડની અભિનેત્રી અને મોડલ એમી જેક્સને અબજોપતિ બોયફ્રેન્ડ સાથે નવા વર્ષે પોતાની નવી જીંદગીની શરૂઆત કરી હતી. દક્ષિણ ભારતની અનેક હીટ ફોલ્મોમાં અભિનય કરી ચુકેલી એમી છેલ્લે રજનીકાંતની સુપરહિટ ફિલ્મ 2.0માં રોબોટની ભૂમિકામાં દેખાઈ હતી. પણ એમી ઈન્સ્ટાગ્રામ પર પોતાના મંગેતર જ્યોર્જ સાથે એક ફોટો શેર કરીને ચર્ચામાં આવી હતી. એમી અને જ્યોર્જ પહેલીવાર વર્ષ 2015માં એક મિત્ર મારફતે લંડનમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બંને વચ્ચે પ્રણય પાંગર્યો હતો.

એમીએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોશૂટ દરિયાકિનારે કરવામાં આવ્યું છે. કુંવારી માતા બનવા જઈ રહી હોવાની વાતથી એમી ચર્ચાનો વિષય બની હતી. બેબી બમ્પ સાથેના ફોટો સાથે તેણે લખ્યું હતું કે, આજે હું એટલી બધી ખુશ છું કે મને દુનિયાની સૌથીએ ઉંચી જગ્યાએથી જોરથી ચિલ્લવવાનું મન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન