Actress and Unicef Brand Ambassador Priyanka Chopra visit Ethiopia
  • Home
  • Featured
  • પ્રિયંકા ચોપરા પહોંચી Ethiopia, દિલને સ્પર્શી જાય એવી તસવીરો થઈ વાયરલ

પ્રિયંકા ચોપરા પહોંચી Ethiopia, દિલને સ્પર્શી જાય એવી તસવીરો થઈ વાયરલ

 | 6:45 pm IST

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના અભિનય માટે તો જાણીતી છે જ પરંતુ તેઓ સોશિયલ વર્ક માટે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. યૂનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતી પ્રિયંકા હાલ ઇથોપિયાની મુલાકાતે છે. પ્રિયંકાએ આ મુલાકાતની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો શેર કરી પ્રિયંકાએ અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે. જેમાં મેલન્યૂટ્રિશન એક છે.

પ્રિયંકાએ કહ્યું કે ત્યાં એક 6 મહિનાના બાળકનું વજન માત્ર 2.2 કિલો છે. પ્રિયંકાએ ત્યાં સ્થાનિક લોકો સાથે સમય પસાર કર્યો અને તેમની સાથે સમસ્યાઓ અને જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પર તસવીરો સાથે પ્રિયંકાએ કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તેઓ બાળકો સાથે વાતચીત કરતા, ડાન્સ અને મસ્તી કરતા નજરે આવી રહી છે. આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ ગરીબી, જાતીય શોષણ અને સતામણી અને બાળ વિવાહ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પ્રિયંકા ફ્રાન્સ ખાતે યોજાયેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાઈ હતી. જેમાં તેના ગ્લેમરસ લુક્સ ઇન્ટરનેટ પર ઘણા વાયરલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન