Actress Anjana Sukhani reentry in Bollywood after facing depression
  • Home
  • Featured
  • આ લોકપ્રિય અભિનેત્રી પણ બની ડિપ્રેશનનો શિકાર, હવે અક્ષય સાથે કરશે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી

આ લોકપ્રિય અભિનેત્રી પણ બની ડિપ્રેશનનો શિકાર, હવે અક્ષય સાથે કરશે બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી

 | 8:33 pm IST

બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘સમાલ-એ-ઇશ્ક’ તો તમને યાદ હશે ને. આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી અંજના સુખાની ઘણા સમય પછી ફિલ્મી પડદા પર વાપસી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અંજના છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં હતી.

ડિપ્રેશનથી જંગ જીત્યા બાદ અંજના અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષયની બહેનનો પાત્ર તે ભજવશે. 2008માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ગોલમાલ રિટર્ન્સ’ થી અંજનાને લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ અંજના ઘણી ફિલ્મોમાં નજરે આવી. અંજના છેલ્લે 2017માં આવેલ સુનીલ ગ્રોવરની ફિલ્મ ‘કોફી વિદ ડી’માં દેખાઈ હતી. આ ફિલ્મ બાદ તે અચાનક બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ હતી. ત્યારે હવે સૂત્રો મુજબ અંજનાએ સ્વીકાર કર્યું કે તે ડિપ્રેશનના કારણે બોલિવૂડથી દૂર થઈ હતી. બે વર્ષ પહેલા તેની માસી અને નાનીની મોત થઈ હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન