લિપ સર્જરી બાદ લાંબા સમય પછી જોવા મળી આ અભિનેત્રી, જુઓ pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લિપ સર્જરી બાદ લાંબા સમય પછી જોવા મળી આ અભિનેત્રી, જુઓ pics

લિપ સર્જરી બાદ લાંબા સમય પછી જોવા મળી આ અભિનેત્રી, જુઓ pics

 | 4:03 pm IST

સલમાન ખાનની હિરોઈન આયશા તાકિયા ખૂબ લાંબા સમય બાદ કેમેરા સામે જોવા મળી. મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં એક એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે. લગ્ન બાદ આયશાએ બોલિવુડથી દુરી બનાવી લીધી છે.

આયશા તાકિયાની પ્રથમ ફિલ્મ 2004માં આવેલી ટારજન ધ વન્ડર કાર હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ફિમેલ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સલમાન ખાન સાથેની ફિલ્મ વોન્ટેડ તેની સૌથી સફળ ફિલ્મ રહી હતી.

બોલીવડુ અભિનેત્રી આયશા તાકિયાએ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી છે તાજેતરમાં જ તેને એક ફોટોશૂટ કરાવ્યું જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આયશાએ ગોરેગાંવના એક સ્ટુડિયોમાં એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી આ દરમ્યાન આયશા લીલા કલરના સૂટમાં ગ્લેમરસ લુકમાં નજરે પડી રહી છે. આયશાએ લિપ્સ,જો લાઈન અને આઈબ્રો તેમજ ફોરહેડની સર્જરી કરાવી જેના કારણે ફોટોમાં તેના લુકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.