actress bhojpuri tv akshara singh say about bollywood and share
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઘરે-ઘરે ફેમસ અભિનેત્રીએ હચમચાવી નાંખ્યા, કહ્યુું-જો પાર્ટીમાં ડ્રગ્સ ન લઈએ તો અમારી સાથે…

ઘરે-ઘરે ફેમસ અભિનેત્રીએ હચમચાવી નાંખ્યા, કહ્યુું-જો પાર્ટીમાં ડ્રગ્સ ન લઈએ તો અમારી સાથે…

 | 5:42 pm IST

બોલિવૂડમાં હવે ઘમાસાણ મચી ગયું છે. સુશાંતનો કેસ ક્યારે ડ્રગ્સ એંગલમા પરિવર્તિત થઈ ગયો કોઈને ખબર જ પડી અને હવે તો મોટા મોટા સેલેબ્રિટી પણ આ મામલે ભેરવાતા નજરે ચડી રહ્યા છે. એનસીબીએ પુરી રીતે આ કેસની તપાસ હાથ ધરી છે અને ભલભલા લોકોને પસરેસો વળવા લાગ્યો છે. ત્યારે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવનારી અને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રી અક્ષરા સિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અક્ષરા સિંહે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ લઈએ તો હાઈ પ્રોફાઈલના માનવામાં આવે છે. આખા દેશમાં આ વસ્તુ વઝારે ઝડપથી ફેલાઈ રહી છે. પરંતુ મુંબઈમાં એની પકડ વધારે છે. આ જ સાચો સમય છે અને તેની પડતાલ તરત થવી જોઈએ. આપણી ઈન્ડસ્ટ્રીમાં ગૃપિજમ છે. જેટલા મોટા લોકો છે તે મળીને પાર્ટી કરે છે અને ડ્રગ્સ લે છે. જો એક બે લોકો તેના વિરોધમાં અવાજ ઉઠાવે તો તેને બંધ કરી દેવામાં આવે છે. તેને બાયકોટ પણ કરી દેવામાં આવે છે. તમે ખુદ જોઈ લો કે હાલમાં પણ એકબીજા સેલેબ્રિટી એકબીજાને બચાવતા જોવા મળી રહ્યા છે.

જયા બચ્ચનના નિવેદન પર અક્ષરા સિંહે કહ્યું કે, થાળીમાં છેદ કહેવાની જગ્યાએ જયા જીએ આ યુવાનોમાં ફેલાવવામાં આવી રહેલી ખરાબ આદત દુર કરવામાં મદદ કરવી જોઈએ. કે જેથી આ વસ્તુ જલ્દી જ ખત્મ થઈ જાય. એ પણ જાણે જ છે કે બોલિવૂડમાં ડ્રગ્સનું કેવું કનેક્શન છે. આટલા મોટા નામ સામે આવ્યા બાદ એનું શું કહેવું છે એ પણ જયા જીને પૂછવું જોઈએ.

અક્ષરાએ આગળ વાત કરી કે ટીવી ઈન્ડસ્ટ્રીમા આ બધું ખુબ ઓપન છે. બોલિવૂડમાં તો હાઉસ પાર્ટી થાય છે પણ ટીવીમાં તો મે લોકોને સેટ પર જ આવું કરતાં જોયા છે. કેટલાક પેકેટ ઉપયોગ કરવામાં આવે છે. મે ક્યારેય આવી વાતોમાં રસ નથી દાખવ્યો. એમાં શામેલ ન થવાના કારણે કામ પર અસર કરે છે. ઓફર મળવાની પણ બંઘ થઈ ગઈ છે. અક્ષરાએ કહ્યું કે મને કામ ભલે ન મળે, પણ હું એવી ગંદકીથી અલગ રહીશ, કારણ કે મારે કામ અને સંઘર્ષ કરવો છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાંથી ઝડપાયું એક કરોડનું MD ડ્રગ્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન