actress bidita bag reveals her me too story director tries to
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સુમસામ જગ્યાએ ડાયરેક્ટરે ગાડી રોકી કપડાં કાઢી નાખ્યાં અને…’હિરોઈને સંભળાવી આપવીતી

‘સુમસામ જગ્યાએ ડાયરેક્ટરે ગાડી રોકી કપડાં કાઢી નાખ્યાં અને…’હિરોઈને સંભળાવી આપવીતી

 | 10:50 am IST

કામનાં બદલે શારિરીક સંબંધ બાંધવાની માંગ અથવા તો કામ આપવાનાં બદલામાં શારિરીક શોષણ કરવાનો આરોપ બોલિવૂડ પર એક એવો દાગ છે કે જે ભુંસાવાનું નામ નથી લેતો. અભિનેત્રી તબ્બુ પણ આ પહેલા કહી ચૂકી છે કે આ એક એવો આરોપ છે કે જેમાં ઘણા પકડાઈ જાય છે અને ઘણા નથી પકડાતા.

ફિલ્મ બાબુમોશાય બંદુકબાજમાં નવાજુદીન સાથે રોલ અદા કરીને ચર્ચામાં આવેલી હિરોઈન બિદિતા બાગ બંગાલમાં તો ભારે ઓળખ બનાવી ચૂકી છે. પરંતુ બોલિવૂડમાં તો એ એક મોટા બ્રેકની તલાશમાં છે. કદાચ એનું જ કારણ છે કે તેની સાથે બનેલી ઘટનાં બાદ તેને ડર લાગે છે. અભિનેત્રીએ એવી એક વાતનો ખુલાસો કર્યો કે એવી વાત કરતા મોટી મોટી અભિનેત્રીઓ પણ ડરતી હોય છે.

હાલમાં જ બિદિતા ધ શોલે ગર્લમાં જોવા મળી હતી. મુંબઈમાં લગભગ 10 વર્ષથી મહેનત કરી રહેલી આ અભિનેત્રીએ સૌનું દિલ જીતી લીધું અને બધાને પ્રભાવિત કર્યા. બિદિતાએ ખુલાસો કર્યો કે, બંગાળથી મને મુંબઈમાં એક શોર્ટ ફિલ્મમાં કામ કરવા માટે એક ડાયરેક્ટરે બોલાવી. ડાયરેક્ટર પણ બંગાળનો જ હતો એટલે એની સાથે જવામાં વાંધો ન લાગ્યો. ડાયરેક્ટરે વાત કરી કે મને તે શોર્ટ ફિલ્મમાં લીડ રોલ આવશે.

બિદિતાએ આગળ કહ્યું કે મારી પાસે પણ એ સમયે કામ ન હતું એટલે એક શોર્ટ ફિલ્મ પણ મારી માટે મહત્વની હતી. ફિલ્મનો અંત તો એને ખબર જ નહોતી અને મને કહ્યું કે એના વિશે ધીમે ધીમે વિચારશું અત્યારે તો કામ શરૂ કરો. તે સેટ પર મારા વાળ સરખા કરવાનાં બહાને મારા શરીર પર હાથ ફેરવી લેતો અને વાત પણ એવી કરતો કે મારી નજીક આવી શકે. માટે મે ફિલ્મનું શુટિંગ વચ્ચે જ રોકી દીધું અને ઘણો સમય અમારી બંન્ને વચ્ચે કોઈ વાતચીત ન થઈ.

આગળ વાત કરતા હિરોઈન જણાવે છે કે, એક વખતે ડાયરેક્ટરનો ફોન આવ્યો અને મને કહ્યું કે એક પાર્ટીમાં જવાનું છે ત્યા મોટા મોટા ડાયરેક્ટર આવે છે અને તારે જવું જોઈએ. બિદિતાએ પણ વાત માનીને પાર્ટીમાં જવાની હા પાડી. ત્યા મોટા મોટા ડાયરેક્ટર આવેલા હતા અને ત્યારબાદ બિદિતાને દારૂ પીવા માટે ઓફર કરી. પરંતુ બિદિતાએ કોઈ પ્રકારનું ડ્રિન્ક ન લીધું. પાર્ટી પુરી થયા બાદ ડાયરેક્ટરની ગાડીમાં ઘરે જવા રવાનાં થઈ.

થોડી વાર પછી ગાડી જૂહુ વિસ્તારમાં આવેલાં એક નાનકડા સિનેમા ઘર પાસે રોકી દીધી. કે જ્યાં બધુ એકદમ સુમસામ હતું. ગાડી રોકીને ડાયરેક્ટરે તમામ હદો પાર કરી નાખી. ડાયરેક્ટરે દારૂનાં નશામાં એના કપડા ઉતારી નાખ્યાં અને જબરદસ્તી શારિરીક સંબંધ બાંધવાની કોશિસ કરવા લાગ્યો. બંન્ને વચ્ચે હાથાપાઈ પણ થઈ અને બિદિતાએ ગાડી રોકીને ભાગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગાડીમાં ઓટો લોક મારેલો હતો. હિરોઈને ઘણી જગ્યાએ ઈજા પણ પહોંચી પણ ડાયરેક્ટર તો એની જ ધુનમાં હતો.

ડાયરેક્ટરે કહ્યું કે, તું આ રીતે સંબંધ બાંધી લે. થોડી વખત પછી તને ખબર પણ નહીં પડે અને હું તને ફિલ્મોમાં કામ આપીશ. લાંબા સમય સુધી વિરોધ કર્યા બાદ ડાયરેક્ટરે બિદિતાને ગાડીમાંથી નીચે ઉતારી દીધી. બિદિતાએ જણાવ્યું કે આ ડાયરેક્ટરની પત્ની એક મશહુર અભિનેત્રી છે અને એક નાનો બાળક પણ છે. એ ડાયરેક્ટર દુનિયાની નજરમાં ખુબ શરીફ માણસ છે. બિદિતા હવે તીન દો પાંચ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. આ પહેલા એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમા તેણે આ પ્રકારનો ખુલાસો કર્યો છે. તો જુઓ અભિનેત્રીનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન