લગ્નના નામે NRના ૪૧ લાખ ચાંઉ કરી જનારી અભિનેત્રીની ધરપકડ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લગ્નના નામે NRના ૪૧ લાખ ચાંઉ કરી જનારી અભિનેત્રીની ધરપકડ

લગ્નના નામે NRના ૪૧ લાખ ચાંઉ કરી જનારી અભિનેત્રીની ધરપકડ

 | 11:26 pm IST

પોલીસે ગુરુવારે એક જર્મની સ્થિત સોફ્ટવેર ઇનજેર એનઆરઆઇને લગ્નનું વચન આપીને ૪૧ લાખ ખંખેરી લેનારી કોલિવૂડ અભિનેત્રી, તેની માતા, ભાઈ અને પિતા તરીકે ઓળખ આપનારા એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે એ અભિનેત્રી ૨૧ વર્ષની શ્રૂતિ હોવાની ઓળખ કરી છે. હજુ રિલીઝ થઇ નથી, એવી આદી પુના અવાની નામની ફિલ્મની તે અભિનેત્રી છે.

સાલેમમાં કટ્ટુવાલાવુનો જી.બાલામુરુગન જર્મનીમાં ઓટોમોબાઇલ કંપનીમાં કામ કરે છે. તેણે મે ૨૦૧૭માં મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ પોસ્ટ કરી હતી. શ્રૂતિએ મીથીલી વેન્કટેશ તરીકે પોતાની ઓળખ આપી તેનો સંપર્ક કરીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શ્રૂતિએ બાલામુરુગનને કહ્યું હતું કે તેને બ્રેઇન ટયૂમરની સારવાર તેમજ તેની માતાને હૃદયની સારવાર કરાવવાની છે. બાલામુરુગને મે ૨૦૧૭ અને ૧લી જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન સારવાર માટે હપ્તાવાર ૪૧ લાખ રૂપિયા મોકલ્યા હતા.

મિત્રોને ફોટો મોકલતાં ભાંડો ફૂટયો

બાલામુરુગને તેના મિત્રોને શ્રૂતિનો ફોટો પણ મોકલ્યો હતો, ત્યારે તેને આંચકો લાગ્યો હતો. તેના મિત્રે જણાવ્યું હતું કે, એ છોકરીએ તેના પરિવાર સાથે મળીને કેટલાયને છેતર્યા છે. આ વાત મળ્યા પછી બાલામુરુગને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ચાર સામે ફરિયાદ કરતાં તે ચારેની ગુરુવારે ધરપકડ કરી હતી.