actress divvya chouksey passed away due to cancer last insta story viral
  • Home
  • Featured
  • ‘આ સમયે હું મરણ પથારીએ સૂતી છું’, મૃત્યુ પહેલા કરેલી દિવ્યાની ઇન્સ્ટા સ્ટોરી થઇ રહી છે વાયરલ – Pics

‘આ સમયે હું મરણ પથારીએ સૂતી છું’, મૃત્યુ પહેલા કરેલી દિવ્યાની ઇન્સ્ટા સ્ટોરી થઇ રહી છે વાયરલ – Pics

 | 10:36 am IST

ગત કેટલાક સમયમાં એક બાદ એક ઘણા સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેટલાકે આત્મહત્યા કરી તો કેટલાકને કોઇને કોઇ બીમારીના કારણે નિધન થયું છે. જ્યારે અભિનેત્રી દિવ્યા ચોક્સેનું પણ કેન્સરના કારણે નિધન થયું છે. જ્યારે હવે દિવ્યાના ગયા બાદ તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચર્ચાનો વિષય બની ગઇ છે.

ખરેખર આશરે 18 કલાક પહેલા દિવ્યા ચોક્સેએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીને વાંચતા સમજમાં આવે છે કે અભિનેત્રી ખૂબ દુ:ખી હતી દિવ્યાએ લખ્યું હતું, ‘શબ્દ એ વાતને જાહેર નથી કરતા જે હું કહેવા માંગું છું. તે વધારે હોય કે ઓછા, પરંતુ હું લાંબા સમયના મેસેજથી ભાગી રહી છું.’

દિવ્યાએ ઇન્સ્ટા સ્ટોરીમાં આગળ લખ્યું હતું શબ્દ એ વસ્તુ છે જે હું કહી શકતી જે હું કહેવા માંગું છું, મારી પાસે ઘણા સમયથી સહાનુંભૂતિના મેસેજ આવે છે. પરંતુ હવે આ સમય કંઇક એવો સમય છે હું તમને લોકોને કહી દેવા માંગું છું કે હું આ સમયે મરણ પથારીએ સૂતી છું, આ તો થવાનું હતું . પરંતુ હું ખૂબ મજબૂત છું. કાશ દુ:ખ વગરનું વધું એક જીવન હોય. હાલ કોઇ સવાલ નથી. માત્ર ભગવાન જાણે છે કે તમે લોકો મારા માટે કેટલા ખાસ છો.

જણાવી દઇએ કે દિવ્યા ટ્વિટર પર કઇ ખાસ એક્ટિવ રહેતી ન્હોતી , પરંતુ તેણે તેના છેલ્લા ટ્વિટમાં મદદ માંગી હતી. દિવ્યાનું છેલ્લું ટ્વિટ 7 મેંનું હતું જેમા તેણે લખ્યું હતું કે શું કોઇ misseltow થેરાપી વિશે જાણે છે. મને મદદની જરૂરત છે.

જણાવી દઇએ કે દિવ્યાએ તેના કરિયરની શરૂઆત ફિલ્મ હૈ અપના દિલ તો આવારાથી કરી હતી. તે ઘણી જાહેરાતમાં પણ નજરે પડી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન