Actress erica fernandes engaged and ekta kapoor reaction
  • Home
  • Featured
  • PHOTOS: ‘કસોટી’ની પ્રેરણાએ સગાઈની ખુશખરબી આપી દીધી, પણ લવરનો ફોટો ન બતાવ્યો

PHOTOS: ‘કસોટી’ની પ્રેરણાએ સગાઈની ખુશખરબી આપી દીધી, પણ લવરનો ફોટો ન બતાવ્યો

 | 10:56 am IST

કસોટી જિંદગી કી સીરિયલની પ્રેરણા એટલે કે અભિનેત્રી એરિકા ફર્નાંડિસે દુનિયા સામે પોતાના પ્રેમનું એલાન કરી નાખ્યું. એરિકાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમની પહેલી ઝલક બતાવીને ફેન્સને જણાવ્યું કે, તે પ્રેમમાં છે અને આ વાતથી તે ખુબ ખુશ છે. એરિકાએ વીંટી પહેરાવતો ફોટો અપલોડ કર્યો અને એક લાંબી પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર અલગ અલગ ટીવી સેલેબ્રિટીની શુભકામનાઓ પણ આવી રહી  છે.

આ વાત પરથી એ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો કે તેણે સગાઈ તો કરી લીધી છે. એરિકાએ લખ્યું કે, હું જ્યારે તારી સાથે હોંઉ તો અલગ હોંઉ છું. હું વધારે હસું છુ. મને ખરાબ કે એકલાપણું નથી લાગતું. હું તારી સાથે મારી જાતને સુરક્ષિત અને મહેસુસ ફિલ કરું છું. આવા અનેક વખાણ કરતી લાંબી પોસ્ટ મુકીને એરિકાએ ફેન્સને સારા સમાચાર આપ્યા છે. આ બધાની વચ્ચે એણે તેના લવરનો ફોટો તો અપલોડ નથી કર્યો. આખરે કોણ છે આ મિસ્ટ્રી લવર એ પણ ફેન્સના મનમાં સવાલો થઈ રહ્યા છે. તો જુઓ અહીં ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન