Actress Heena Khan Debut in Cannes Film Festival 2019
  • Home
  • Featured
  • ‘કાન્સ 2019’માં હિના ખાનનું ધમાકેદાર ડેબ્યૂ, શિમરી ગાઉનમાં લૂટી લીધા લોકોના દિલ

‘કાન્સ 2019’માં હિના ખાનનું ધમાકેદાર ડેબ્યૂ, શિમરી ગાઉનમાં લૂટી લીધા લોકોના દિલ

 | 11:36 am IST

ટીવી એક્ટ્રેસ હિના ખાને ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ડેબ્યૂ કર્યું છે. તેનું આ ડેબ્યૂ ખબૂજ શાનદાર રહ્યું. હિનાએ રેડ કારપેટ પર જબરદસ્ત એન્ટ્રી કરી તે સમય તેઓ ખુબજ સુંદર અને કોન્ફિડેન્ટ દેખાઈ હતી. હિનાએ આ ડેબ્યૂ માટે Ziad Nakadના ડિઝાઇનર સિલ્વર શિમરી ગાઉનને પસંદ કર્યું હતું. મિનિમલ મેકઅપ, લિપસ્ટિક અને હેર બન તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા. હિના ખાન ઘણી સ્ટનિંગ લાગી રહી હતી.

હિનાએ કેમેરા સાથે કેન્ડિડ પોઝ પણ આપ્યા. હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ની સ્ક્રીનિંગ પણ કાન્સમાં થઈ. રિપોર્ટ મુજબ ફિલ્મને હુસેન ખાને ડાયરેક્ટ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં તેઓ સ્ટ્રોન્ગ વુમેનનો પાત્ર ભજવી રહી છે. તેનો રોલ જવાબદાર અને આત્મનિર્ભર છોકરીનો છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં યોજાયેલ 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14મી મેથી શરૂ થયો છે. જે 25મી મે સુધી ચાલશે. બોલિવૂડ તરફથી આ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ, કંગના રનૌત, સોનમ કપૂર, હુમા કુરૈશી, મલ્લિકા શેરાવત, એશ્વર્યા રાય સહિત ડાયના પેંટી પણ નજરે આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન