Actress Hina Khan Enjoing Holiday in Switzerland after Cannes Event
  • Home
  • Featured
  • ‘Cannes 2019’ બાદ સ્વિટ્ઝર્લૅન્ડમાં એન્જોય કરતી દેખાઈ હિના ખાન, તસવીરો આવી સામે

‘Cannes 2019’ બાદ સ્વિટ્ઝર્લૅન્ડમાં એન્જોય કરતી દેખાઈ હિના ખાન, તસવીરો આવી સામે

 | 6:15 pm IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ધમાકેદાર ડેબ્યૂ કર્યા બાદ એક્ટ્રેસ હિના ખાન હવે સ્વિટ્ઝર્લૅન્ડમાં એન્જોય કરી રહી છે. હિનાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર તેના હોલિડેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે ઘણી વાયરલ થઈ છે અને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

આ વાયરલ તસવીરોમાં હિના ખાન ચિક પિંક અને નેવી સ્ટ્રીપ્ડ વન શોલ્ડર જંપસૂટમાં દેખાઈ રહી છે. જેને હિનાએ બોની સ્ટાઇલમાં બાંધ્યું છે. હિનાના વિંટેજ કેટ આઇ ગ્લાસેસ તેના લુકને ઘણો ગ્લેમરસ બનાવી રહ્યા છે. પર્લ મેચિંગ ઇયરરિંગ અને સિલ્વર સ્નીકર્સમાં હિનાની સ્ટાઇલ અને લુક જોરદાર દેખાઈ રહ્યું છે. હિનાએ તેની આ ડ્રેસ સાથે મિનિમલ મેકઅપ અને વાળમાં સોફ્ટ કર્લ્સ બનાવ્યા છે. હિના દરેક તસવીરમાં ખૂબજ સુંદર દેખાઈ રહી છે. આ પહેલા હિના સ્વિટ્ઝર્લૅન્ડના ખૂબસૂરત બીચ પર એન્જોય કરતા દેખાઈ હતી. જેની તસવીરો પણ તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હિનાએ પિંક ડ્રેસ સાથે પિંક હેર બેન્ડ અને યેલો સનગ્લાસેસ કૈરી કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન