Actress Huma Qureshi First Look Out Cannes Film Festival 2019
  • Home
  • Featured
  • Cannes 2019: હવે એક્ટ્રેસ હુમા કુરૈશીનો સામે આવ્યો ફર્સ્ટ લુક, જોઈ ઉડી જશે હોશ

Cannes 2019: હવે એક્ટ્રેસ હુમા કુરૈશીનો સામે આવ્યો ફર્સ્ટ લુક, જોઈ ઉડી જશે હોશ

 | 4:37 pm IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે તેમના અલગ-અલગ લુક્સનો જલવો દેખાડ્યો છે. જ્યારે હવે આ લિસ્ટમાં હુમા કુરૈશી પર સામેલ થવાની છે. એક્ટ્રેસ હુમા કુરૈશી પણ રેડ કારપેટ પર ચાલવા માટે તૈયાર છે.

મીડિયા રિપોર્ટ મુજબ હુમા કુરૈશી કાન્સમાં હાજરી આપવા માટે ફ્રેન્ચ રિવેરા પહોંચી ગઈ છે. કાન્સ ફેસ્ટિવલના રેડ કારપેટ પર એન્ટ્રી પહેલા હુમાનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. હુમાએ કાન્સ દરમિયાન તેના પહેલા લુકની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં તેઓ બ્લેક શિમરી બ્લેઝર ડ્રેસમાં દેખાઈ રહી છે. તેની બ્લેક ડ્રેસ પર લાગેલા ગોલ્ડન બટન ડ્રેસને વધુ હાઇલાઇટ કરી રહ્યા છે. હુમાએ તેના બોલ્ડ લુકને Stella McCartneyના ગોલ્ડન સ્ટિલેટોસ સાથે કમ્પલીટ કર્યો છે.

કાન્સના રેડ કારપેટ પર હાજરી આપતા પહેલા હુમા Chopard Partyનો હિસ્સો પણ બની હતી. ત્યારે હુમા રેડ કલરના ડ્રેસમાં નજરે આવી હતી. હુમાએ રેડ લોન્ગ ટેલ ડ્રેસ પર રેડ બ્લેઝર કેરી કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો રિપોર્ટ મુજબ હવે હુમા વેબ સિરીઝમાં જોવા મળશે. તેઓ વેબ સિરીઝ ‘લીલા’થી ડેબ્યૂ કરશે. આ વેબ સિરીઝમાં હુમા દમદાર રોલમાં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન