Actress Jacqueline Fernandez Joke Video Goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • એક્ટ્રેસ જેકલીનનો આ જોક્સ સાંભળી તમે પણ હસી-હસીને થઈ જશો લોટ પોટ, જુઓ ફની Video

એક્ટ્રેસ જેકલીનનો આ જોક્સ સાંભળી તમે પણ હસી-હસીને થઈ જશો લોટ પોટ, જુઓ ફની Video

 | 6:43 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ તેના સુંદર અંદાજના કારણે ઘણી જાણીતી છે. ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. જે ઘણા પસંદ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલીનના 28 લાખથી વધુ ફોલોવર્સ છે.

તાજેતરમાં જેકલીને એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ઘણો વાયરલ થયો છે. આ વીડિયોમાં જેકલીન એક શખ્સ સાથે મસ્તી કરતા દેખાઈ રહી છે. વીડિયોમાં જેકલીન શખ્સને એક જોક્સ સંભળાવે છે અને અંતે બન્ને ખૂબ હસે છે. મીડિયા રિપોર્ટ મુજબ વીડિયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે એ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રેક્ટર છે. વીડિયોમાં જેકલીન મિક્કીને પૂછે છે કે,‘3 પ્લસ 3 ઇક્વલ ટૂ 8 બતાઓ કૈસે’. જેના પણ મિક્કી પૂછે છે,‘કૈસે’. તો જેકલીન કહે છે,‘ગલતી સે’ અને પછી બન્ને ખૂબ હસે છે. બન્નેની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લખાય ત્યાં સુધી વીડિયોને લગભગ 25 લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન