Actress Jacqueline Fernandez share Holiday Photos with Fans
  • Home
  • Featured
  • સમુદ્રતટ પર જેકલીનનો આ હોટ અંદાજ જોઈ તમારી આંખોને મળી જશે ઠંડક

સમુદ્રતટ પર જેકલીનનો આ હોટ અંદાજ જોઈ તમારી આંખોને મળી જશે ઠંડક

 | 10:30 pm IST

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ઈન્ડસ્ટ્રીની સુંદર અને સફળ એક્ટ્રેસીસમાંથી એક છે. શ્રીલંકાની આ ગ્લેમરસ હસીનાએ માત્ર તેની સુંદરતાથી જ નહીં પરંતુ તેના અભિનયથી પણ ફેન્સના દિલ જીત્યા છે. જેકલીન ફર્નાન્ડિઝ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત વીડિયો અને ફોટોઝ ફેન્સ સાથે શેર કરે છે. જે ઘણા વાયરલ થયા છે.

આ ક્રમે જેકલીન ફર્નાન્ડિઝે તાજેતરમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેઓ હોલિડે એન્જોય કરતા દેખાઈ રહી છે. આ તસવીરોને પોસ્ટ કરી જેકલીને તેની બહેનને બર્થ ડેની શુભેચ્છા પાઠવી છે. તસવીરોમાં તે કોઈ સમુદ્રતટ પર એન્જોય કરતા નજરે આવી રહી છે. જેકલીને ‘કીક’, ‘જુડવા 2’, ‘રેસ 2’,‘હાઉસપુલ 3’, ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પણ જેકલીનના 2 કરોડથી પણ વધુ ફોલોવર્સ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે જેકલીન ફિલ્મ ‘ડ્રાઇવ’માં જેવો મળશે. આ ફિલ્મમાં તેની સામે મેન લીડ રોલમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત છે. ઉપરાંત પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકા ભજવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન