actress jacqueline fernandez share latest photos from bhoot police film set
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જેક્લીન ફર્નાન્ડીઝે ‘ભૂત પોલીસ’ ફિલ્મના સેટ પરથી શેર કરી અતરંગી તસવીરો, જોઈને ફેન્સ હરખાયાં!

જેક્લીન ફર્નાન્ડીઝે ‘ભૂત પોલીસ’ ફિલ્મના સેટ પરથી શેર કરી અતરંગી તસવીરો, જોઈને ફેન્સ હરખાયાં!

 | 3:57 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે(Jacqueline Fernandez) હવે ભૂત પોલીસ ફિલ્મમાં જોવા મળવાની છે. આ હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માં પોતાનો ગ્લેમરસ લૂક કેવો હશે એ પણ જેક્લીને ફેન્સ સાથે શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી હાલમાં પર્વતોમાં શૂટિંગ કરી રહી છે. ડાલહૌજીમાં શૂટિંગનું શિડ્યુલ પૂર્ણ કર્યા પછી અભિનેત્રી ધર્મશાળામાં તેના ક્રૂ સાથે સમય પસાર કરી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા નવા ફોટામાં જેક્લીન સફેદ શર્ટ અને બ્લેક ટોપી સાથે બ્લેક જેકેટ પહેરીને, પોતાનો મેકઅપ કરાવતી જોવા મળી રહી છે. તેણે ફોટો શેર કરીને કેપ્શન લખ્યું કે ‘ ધર્મશાલામાંથી બોનજોર. માર્સ પ્રેડોજો મને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો. સવલીન કૌર અને શાન બેબીઝ.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જેક્લીન આગામી સમયમાં ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે. પોતાની આવનારી ફિલ્મો વિશે વાત કરતાં જેક્લીને કહ્યું હતું કે, ‘હું એવા રોમાંચક પ્રોજેક્ટ્સ પર કામ કરવા તૈયાર છું. દરેક ફિલ્મની સ્ટાઈલ એક બીજાથી ઘણી જુદી છે અને આ એવી વસ્તુ છે જે હું મારી ફુલ ઈચ્છા હતી જે હવે પુરી થવા જઈ રહી છે. મારા કિરદારની ખૂબ અલગ જ માંગ છે, તે ખૂબ જ રોમાંચક બનશે. ‘

આ વીડિયો પણ જુઓ: કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન