actress jahanvi kapoor complains of low heroin brand value
  • Home
  • Featured
  • PHOTOS: જાહ્નવી કપૂરે ત્રણેય ખાન પર બરાબરની ભડાસ કાઢી, કહ્યું-જો હું મોટી સ્ટાર બનીશ તો…

PHOTOS: જાહ્નવી કપૂરે ત્રણેય ખાન પર બરાબરની ભડાસ કાઢી, કહ્યું-જો હું મોટી સ્ટાર બનીશ તો…

 | 8:24 am IST

જાહ્નવી એટલે કે ઓછા સમયમાં એક ટોપ પર પહોંચી જનાર અભિનેત્રી. હાલમાં આ અભિનેત્રીએ એક ફરિયાદ કરી છે. બોલિવૂડમાં હિરોઇનોને હીરોની સરખામણીમાં ઓછા વેતન મળે છે જેના કારણે જાહ્નવી કપૂર નારાજ છે. તેનું કહેવું છે કે, મારા હિસાબે એક આઇડિયલ વર્લ્ડમાં એક એકટર અથવા એકટ્રેસને તેનું વેતન એક ફિલ્મમાં જેટલા દિવસનું કામ હોય એના હિસાબે મળવું જોઇએ. ફિલ્મમાં તેની બ્રાન્ડ વેલ્યુ પર તેની કમાણી આધારિત હોવી જોઇએ.

આગળ વાત કરતાં સારાએ કહ્યું કે, દીપિકા પદુકોણ એક સોલો ફિલ્મમાં બોક્સ ઓફિસ પર જેટલી સફળ થઇ શકે છે, જે ઘણા હીરો કરી શકે એમ નથી. જોકે દીપિકાની ફી વિશે હું જાણતી નથી. પરંતુ દરેકને બોક્સ ઓફિસ ઓપનિંગ હિસાબથી પેમેન્ટ મળવું જોઇએ. હું આ વાત એક ઉદાહરણ તરીકે કહું છું,”

તેમજ સારાએ વાત ઉમેરતનાં કહ્યું કે, ભવિષ્યમાં જો હું ટોચની અભિનેત્રી બનીશ તો હું મારી રીતે પૈસાની માંગણી કરીશ. સલમાન અને શાહરૂખની ફિલ્મોનું કલેક્શન પહેલા જ દિવસે ગેરન્ટી માનવામાં આવે છે. તેથી તેમના પર પૈસા લગાવવામાં કોઇ નિર્માતાને ખચકાટ થતો નથી થતો. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર હાલ પોતાની બીજી ફિલ્મ ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’ની રિલીઝને લઇને ઉત્સાહિત છે. એ સિવાય તે ‘દોસ્તાના ટુ’નું શૂટિંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન