Actress Janhvi Kapoor Belly Dance Video Viral On Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: જ્હાનવી કપૂરે બેલી ડાન્સથી મચાવી ધૂમ, જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

Video: જ્હાનવી કપૂરે બેલી ડાન્સથી મચાવી ધૂમ, જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

 | 11:26 pm IST

ગત વર્ષે સુપરહિટ ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અને દિવગંત અભિનેત્રી શ્રી દેવીની દીકરી જ્હાનવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ સતત ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન રવિવારે જ્હાનવી કપૂરનો એક બેલી ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જે ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જ્હાનવી એક નવા અવતારમાં નજરે આવી રહી છે. વીડિયોમાં તે બેલી ડાન્સ કરતા દેખાઈ રહી છે. જ્હાનવીના આ વીડિયોમાં શાનદાર બેલી મૂવ્સ જોવા મળી રહ્યા છે. જ્હાનવીના આ ડાન્સ વીડિયોને એક દિવસમાં લગભગ 3.5 લાખથી વધુ લોકોએ જોયો છે. આપને જણાવી દઈએ કે જ્હાનવી કપૂર જલ્દી અભિનેતા રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘રૂહ-અફજા’માં દેખાશે. જેની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મને દિનેશ વિજાન અને મૃગદીપ સિંહ લાંભા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન