Actress Kangana Ranaut at Red Carpet Cannes Film Festival 2019
  • Home
  • Featured
  • Cannes 2019: રેડ કારપેટ પર દેખાયો કંગના રનૌતનો જલવો, જુઓ ગ્લેમરસ Photos

Cannes 2019: રેડ કારપેટ પર દેખાયો કંગના રનૌતનો જલવો, જુઓ ગ્લેમરસ Photos

 | 11:46 am IST

ફ્રાન્સમાં હાલ 72મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે બોલિવૂડની બેબાક એક્ટ્રેસ અને ક્વીન કંગના રનૌતે રેડ કારપેટ પર તેની સુંદરતાનો જલવો દેખાડ્યો હતો. ક્યારે સ્ટાઇલિસ લુકમાં તો ક્યારે સિંપલ લુકમાં, આ વખતે કંગના કાન્સમાં સંપૂર્ણ રીતે છવાઈ છે.

રેડ કારપેટ પર અભિનેત્રીએ ડિઝાઈનર Michael Cincoના વ્હાઇટ આઉટફિટ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી. તેણે ‘Chopard’ બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી. કંગનાએ આ વખતે કાન્સમાં તેનો લુક ખૂબજ સિમ્પલ રાખ્યો હતો પરંતુ તે ઘણી એલિગેંટ દેખાઈ હતી. શુક્રવારે રેડ કારપેટ પર એન્ટ્રી કરતા પહેલા કંગનાનો વધુ એક લુક સામે આવ્યો હતો. જેમાં તેઓ ઘણી સુંદર દેખાતી હતી. આફ્ટર પાર્ટી લુકમાં તેઓ વ્હાઇટ કલરના સ્લિટ ગાઉનમાં નજરે આવી હતી. ઉપરાંત સ્મોકી આઈ મેકઅપએ તેના લુકને વધુ એક્ટ્રેક્ટિવ બનાવ્યો હતો. કાન્સમાં પહોંચતા જ કંગનાના અલગ-અલગ લુક્સ વાયરલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન