actress kangana ranaut brother aksht engagement photos
  • Home
  • Featured
  • PHOTOS: લો આખરે કંગનાને મળી ગઈ ભાભી, સગાઈની તસવીરોમાં ખુશીઓ છલકાણી

PHOTOS: લો આખરે કંગનાને મળી ગઈ ભાભી, સગાઈની તસવીરોમાં ખુશીઓ છલકાણી

 | 10:36 am IST

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી હતી કે હવે કંગનાના ઘરે શરણાઈના શુર ગાજશે. નાના એવું ન સમજો કે કંગના હવે પ્રભુતામાં પગલા પાડી રહી છે પણ કંગનાનો ભાઈ સગાઈ કરી રહ્યો છે. કંગનાના ભાઈ અક્ષતે હરિયાણીની ગોરી સાથે સગાઈ કરી લીધી છે. આ ખાસ અવસરે કંગના સહિત તેની બહેન રંગોલી તેમજ કંગનાના પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

અક્ષતે હરિયાણાની ખુબસુરત યુવતી રિતુ સાંગવાન સાથે ધામધુમ પૂર્વક સગાઈ કરી છે. રિતુ ડોક્ટર છે. સગાઈના અવસરે તે ખુબજ સુંદર લાગતી હતી. હાલમાં જ કંગનાની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરી છે. સગાઈનું કાર્ડ પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ.

તસવીરોમાં રિતુ અને અક્ષત ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. અક્ષતે રિતુના હાથ પર રિંગ પહેરાવી હતી. હાલમાં રિતુના જન્મદિવસ પર કંગના અને સમગ્ર પરિવારે સાથે મળીને ઉજવણી કરી હતી.

સગાઈ તો કંગનાના ભાઈની હતી પણ લાઈમલાઇટમાં હતી કંગના. જે પણ કંગનાને જુએ જોતા જ રહે એટલી આકર્ષક લાગતી હતી કંગના. કંગનાએ બનારસી સાડી પહેરી હતી ભારતીય પોષાકમાં કંગના વધુ સુંદર લાગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન