Actress Kangana Ranaut reacts to the arrest of Raj Kundra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજ કુંદ્રાની ધરપકડ પર બોલી કંગના, મે પહેલા જ કીધુ હતું ગટર છે ઈન્ડસ્ટ્રી, જલદી કરીશ મોટા ખુલાસા

રાજ કુંદ્રાની ધરપકડ પર બોલી કંગના, મે પહેલા જ કીધુ હતું ગટર છે ઈન્ડસ્ટ્રી, જલદી કરીશ મોટા ખુલાસા

 | 10:45 pm IST
  • Share

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઇ પોલીસે અશ્લીલ મૂવી બનાવવા અને ઓટીટી એપ્લિકેશન પર અપલોડ કરવા બદલ ધરપકડ કરી છે. સોમવારે રાત્રે તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આક્ષેપ એવો છે કે તે અશ્લીલ મૂવી બનાવતો હતો અને એપની મદદથી રિલિજ કરતો હતો. હવે તેની ધરપકડ બાદ ઉદ્યોગના સેલેબ્સની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. રાખી સાવંત, મિકા સિંહ અને પૂનમ પાંડેની પ્રતિક્રિયા જોવા મળી હતી, ત્યારે હવે કંગનાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા શેર કરી છે.

કંગનાએ આ કેસ પર પ્રતિક્રિયા આપી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેની પોસ્ટ્સને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ઈન્ડસ્ટ્રીની તુલના ગટર સાથે કરી છે.

પોસ્ટમાં કંગનાએ લખ્યું, તેથી જ હું મૂવી ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતુ. મારી આગામી પ્રોડક્શન ફિલ્મ ટિકુ વેડ્સ શેરૂમાં, હું આ ઉદ્યોગની ઘણી છુપી વસ્તુઓનો ખુલાસો કરવા જઇ રહી છુ. આપણએ આ ક્રિએટિવ ઈન્ડસ્ટ્રીમાં એક સ્ટ્રોંગ વેલ્યૂ સિસ્ટમની જરૂર છે અને અને દેખીતી રીતે કોઈ એવી વ્યક્તિ છે જે તેના પર નજર રાખી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન