Actress Kangana Ranaut's Royal Look in Kanjivaram Saree in Cannes 2019
  • Home
  • Featured
  • Cannes 2019: કાળા ચશ્મા અને કાંજીવરમ સાડીમાં દેખાયો કંગનાનો રોયલ લુક, જુઓ Photos

Cannes 2019: કાળા ચશ્મા અને કાંજીવરમ સાડીમાં દેખાયો કંગનાનો રોયલ લુક, જુઓ Photos

 | 2:10 pm IST

ગુરૂવારે બોલિવૂડ ક્વીન કંગના રનૌતના કાન્સ લુકની પહેલી ઝલક સામે આવી હતી. કંગનાએ ગત વર્ષની જેમ ઇન્ડિયન આઉટફિટ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરી છે. ગુરુવારે કંગના રનૌતના બે સ્ટનિંગ લુક જેવા મળ્યા હતા. પહેલા તેઓ ઇન્ડિયન પવેલિયનમાં કાંજીવરમ સાડીમાં પહોંચી હતી અને ત્યાર બાદ કાન્સ પાર્ટીમાં બોલ્ડ પેન્ટ સૂટમાં દેખાઈ હતી. આ બન્ને લુક કમાલના હતા.

તમને જણાવી દઈએ કે કાન્સ માટે ડિઝાઇન કરવામાં આવેલ સાડીને કંગનાએ રોયલ ટચ આપ્યો હતો. આ લુકમાં તેઓ કોઈ ક્વીનથી ઓછી નહોતી દેખાતી. કંગનાના લુકને Mauve કલરથી Long Gloves યુનિક લુક આપી રહ્યા હતા. કંગનાએ લુકને પરફેક્ટ બનાવવા માટે ગોલ્ડન કમરબંધ પહેર્યો હતો. ઉપરાંત કાન્સ સ્ટ્રીટ પર કંગનાએ બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. કંગનાની હેરસ્ટાઇલ પણ ઘણી અલગ હતી. જોકે કંગનાનું હાલ રેડ કારપેટ પર એન્ટ્રી કરવાની બાકી છે.

કંગનાની ટીમે ઇન્સ્ટાગ્રામ પર કાન્સની કેટલીક વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ કંગના રનૌત 16-18 મે સુધી કાન્સમાં રહેશે. કંગનાએ ગત વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું. ઈન્ડિયા લુકમાં ધૂમ મચાવ્યા બાદ કંગનાનો વેસ્ટર્ન લુક સામે આવ્યો હતો. કાન્સ પાર્ટી માટે કંગનાએ બોલ્ડ લુક કેરી કર્યું હતું. કંગના વેટ એન્ડ વાઇલ્ડ લુકમાં નજરે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન