Actress Kangana's selfie wail before the sanctuary at Dwarka temple, Controversy on Social Media
  • Home
  • Featured
  • બૉલીવુડ અભિનેત્રી કંગનાએ દ્વારકા મંદિરમાં આ શું કરી નાખ્યું? વિવાદની સાથે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ

બૉલીવુડ અભિનેત્રી કંગનાએ દ્વારકા મંદિરમાં આ શું કરી નાખ્યું? વિવાદની સાથે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ

 | 9:00 am IST

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે દેશ વિદેશથી આવતા હજારો યાત્રીકોને ઠેસ પહોચે છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી રહ્યા છે. જગતમંદિરમાં ફિલ્મ અભિનેત્રી કંગનાએ ગર્ભગૃહ પાસે ઉભી રહી ફોટો પાડયો હતો. જે સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે

મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઇ હોવા છતા જયારે જયારે વીવીઆઇપી નેતાઓ રાજકારણીઓ તેમજ ફિલ્મી સ્ટારો આવતા હોય ત્યારે જગતમંદિરમાં બાપુજીની પેઢી જેમ ફોટાઓ પાડી રહ્યા છે. અવાર નવાર મંદિરમાં ફોટાઓ પાડયાં હોય એ સોશિયલ મિડીયામાં વાઇરલ થઈ બહાર આવે છે.

વીઆઇપીઓ સાથે આવતા અધિકારીઓ સાથે વીઆઇપીઓની અધિકારીઓ સાથે સાંઠ ગાઠ હોય તેમ મંદિરમાં ગેરકાયદેસર ફોટાઓ પાડવામાં આવે છે. દેશ વિદેશથી આવનાર યાત્રિકોના આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે.

શુક્રવારે બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી કંગના રાણાવત દ્વારકાધીશના દર્શનાથે આવેલ હતી ત્યારે તેને દ્વારકાધિશ જગતમંદિરમાં ગર્ભગૃહ પાસે ઉભી દ્વારકાધીશ સાથેનો ફોટો સોશિયલ મીડીયામાં વાઈરલ થતા ભારે ચકચાર જાગી છે. હવે પછી દ્વારકાધીશ જગતમંદિરમાં ફોટોગ્રાફી કરવા દેવામાં આવશે?

આ અંગે ગુજરાત રાજ્યના ગ્રહમંત્રી દ્વારા જગતમંદિરની સુરક્ષા માટે કડક પગલા ભરી મંદિરમાં જતા બેરોકકોટ મોબાઇલો અને ફોટોગ્રાફી કરવાનું બંધ કરાવશે કે નહી? કે પછી જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થા દિવસેને દિવસે કથડતી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન