how saif ali khan convinced her mother to live in with her
  • Home
  • Entertainment
  • Bollywood
  • તો સૈફ અલી ખાને આ તરકીબ અજમાવી કરીનાની માતાને મનાવી લીધી

તો સૈફ અલી ખાને આ તરકીબ અજમાવી કરીનાની માતાને મનાવી લીધી

 | 11:18 am IST

કરીના કપૂર ખાન અને સૈફ અલી કાન બોલીવુડના એ કપલમાંના એક છે જેમાં તેઓ પોતાના સંબંધોને ક્યારેય છુપાવવામાં માનતા નથી. આજે બંને પોતાના લગ્નજીવનથી ખુશખુશાલ છે. તેમનો પુત્ર તૈમૂર પોતાનું બચપન ખુબજ એન્જોય કરી રહ્યો છે. લગ્નના 6 વર્ષમાં સૈફ અને કરીનાનો સંબંધ ખુબજ મજબુત થઈ ચુક્યો છે. લગ્ન પહેલા કરીના અને સૈફે એકબીજાને 5 વર્ષ સુધી અજમાવી જોયા હતા પછી 2012માં લગ્ન કર્યા હતા.

પણ શું તમે જાણો છો કરીનાને મેળવવા માટે સૈફને કેટલા પાપડ વણવા પડ્યા છે, મતલબ એ કે સામાન્ય માણસની જેમ જ સૈફને પણ કરીનાના પરિવારની મંજૂરી લેવી પડી હતી. ખાસ કરીને કરીનાની માતા આ સંબંધ માટે તૈયાર થાય એ માટે ખુબજ મહેનત કરી હતી. જ્યારે સૈફે કરીનાને કહ્યુ કે આપણે લીવ ઈનથી સાથે રહેવા લાગીએ તો કરીના તો ફટાક દઈને માની ગઈ ગઈ પણ તેની માતા આ વાત માનવા તૈયાર નહતી. હવે જ સાચી કસોટી હતી સૈફે ગમે તેમ કરીને બબીતાને ગળે એ વાત ઉતારવાની હતી કે લીવ ઈનથી રહેવાની મંજૂરી આપે.

કરીનાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ કે અમે લોકો ડેટ કરી એ સ્ટેજ પર પહોંચી ગયા હતા કે એકબીજા પર ભરોસો કરી શકીએ. સૈફે કહ્યુ કે હું કોઈ 25 વર્ષનો છોકરો તો નથી કે દરેક વાતમાં રજા માંગવી પડે તેમજ રોજ રાત્રે ડ્રોપ કરવા જાવ.

View this post on Instagram

#airportdiaries 👪💋

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સૈફે મારી માતાને કહ્યુ કે હું કરીનાને ખુબજ લવ કરૂ છુ અને આખુ જીવન તેની સાથે વિતાવવા માંગુ છુ, અમે બંને લીવ ઈનમાં રહેવા માંગીએ છીએ. મારી માતાએ થોડી આનાકાની કરી પછી હા કહી દીધી કેમકે તેમને સૈફ પર વિશ્વાસ હતો. જ્યારે આ કપલે લગ્નની જાહેરાત કરી સરળતાથી બધુ પતી ગયુ.

કરીના અને સૈફે કેટલીયે ફિલ્મોમાં સાથે કામ પણ કર્યુ છે. જેમાં ઓમકારા, ટશન, હેપ્પી એન્ડીગ, એજન્ટ વિનોદ, કુરબાની જેવી ફિલ્મો છે. જો કે આમાંથી મોટાભાગની ફિલ્મો નિષ્ફળ રહી છે. કરીના હાલ તખ્ત અને ગુડ ન્યૂઝ ફિલ્મોમાં કામ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન