Actress Katrina Kaif Boxing Video Viral On Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • કેટરિનાએ પોતાનો એક ખતરનાક વીડિયો પોસ્ટ કરીને કહ્યું- જલ્દી જ કંઈક મોટું થવાનું છે!

કેટરિનાએ પોતાનો એક ખતરનાક વીડિયો પોસ્ટ કરીને કહ્યું- જલ્દી જ કંઈક મોટું થવાનું છે!

 | 6:39 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ તેની સુંદર સ્ટાઇલ અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. કેટરિના કૈફના જીમ વીડિયો પણ ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે. અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

હાલમાં જ કેટરિના કૈફનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં કેટરિના કૈફ બોક્સિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ખુદ કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેટરિના કૈફે કેપ્શન પણ એવું જ જોરદાર લખ્યું છે. આ પોસ્ટ જોઈને લાગે છે કે ટૂંક સમયમાં અભિનેત્રી મોટું સરપ્રાઈઝ આપવાની છે. આ માટે કેટરિનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘બહુ જ ખાસ કંઈક જલ્દી આવી રહ્યું છે.’ અભિનેત્રીના આ વીડિયો પર ફેન્સની ઘણી પ્રતિક્રિયા આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન