Actress left to work in films as a daughter-in-law of a leader
  • Home
  • Photo Gallery
  • PHOTOS: નેતાના દીકરાને પરણીને અભિનેત્રીએ ફિલ્મોને કહીં દીધુ બાય-બાય, હવે દીકરા સાથે દેખાઈ

PHOTOS: નેતાના દીકરાને પરણીને અભિનેત્રીએ ફિલ્મોને કહીં દીધુ બાય-બાય, હવે દીકરા સાથે દેખાઈ

 | 11:39 am IST

કેટલીય એવી અભિનેત્રીઓ છે કે જેમણે હીરો સાથે નહીં પણ બિઝનેસમેન અને રાજકારણીઓ સાથે લગ્ન કર્યા. એવી જ એક અભિનેત્રી એટલે કે સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડમાં કામ કરનારી આયશા ટાકિયા કે જેણે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. એક નેતાની પત્ની બનીને તે હાલમાં ખુશખુશાલ જિંદગી જીવી રહી છે તેમજ ઘર સંભાળી રહી છે અને તે ફિલ્મી દુનિયાથી બિલકુલ દુર જતી રહી છે.

ઉલ્લેખનીય છે કે આયશા ટાકિયાએ પોતાનું એક્ટિંગ કરિયર 2004માં ટાર્જન ફિલ્મથી કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. પરંતુ ત્યારબાદ તેની ફિલ્મો ફ્લોપ પર ફ્લોપ જવા લાગી અને ત્યારબાદ વોન્ટેડ ફિલ્મ મળી કે જે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ.

ત્યારબાદ 2009માં આયશાને ઉત્તર પ્રદેશના કદાવર નેતા અબુ આજમીના દીકરા ફરહાન આજમી સાથે લગ્ન કરી લીધા અને આજે તેની પર્સનલ લાઈફમાં તે વ્યસ્ત છે. લગ્ન થઈ ગયા બાદ તેણે ફિલ્મોમા કામ કરવાનું બંધ કરી દીધું અને હાલમાં તે પરિવાર સાથે રહે છે. ગઈ રાતે તે તેના દીકરા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કે જેના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ તેના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન