actress madhubala happy birthday love life unknown facts
  • Home
  • Featured
  • Photos: પ્રેમના દિવસે જન્મી આ અભિનેત્રીની પ્રેમ કહાની રહી અધુરી, તરસતી રહી પ્રેમને

Photos: પ્રેમના દિવસે જન્મી આ અભિનેત્રીની પ્રેમ કહાની રહી અધુરી, તરસતી રહી પ્રેમને

 | 1:16 pm IST

ખુબસુરતીનું બેમિશાલ ઉદાહરણ અને પોતાના અભિનયથી દર્શકોના દિલોદિમાગમાં રાજ કરનાર આ અભિનેત્રી મધુબાલા મહોબ્બતના દિવસે એટલેકે 14 ફેબ્રુઆરીના દિવસે જન્મી હતી. મધુબાલાએ એકથી એક ચડિયાતી ફિલ્મો આપી અભિનયના ઓજસ પાથર્યા હતા. જેટલી સફળતા તેને ફિલ્મોમાં મળી તેની અંગત જિંદગી એટલી જ દર્દભરી રહી.

મધુબાલાનો જન્મ 1933માં 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો. તેમનું સાચું નામ મુમતાઝ જહાં દેહલવી હતું. મધુબાલાએ માત્ર 36 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. મધુબાલા ભલે ઓછું જીવ્યા હોય પરંતુ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સા રસપ્રદ છે. જેમાંથી સૌથી વધુ ચર્ચિત છે મધુબાલા અને ટ્રેજડી કિંગ દિલીપ કુમારની લવસ્ટોરી.

મધુબાલા અને દિલીપ કુમારની લવસ્ટોરી 1951માં આવેલી ફિલ્મ ‘તરાના’ના સેટ પર શરૂ થઇ હતી. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. અને મધુબાલાએ પ્રેમ વ્યક્ત કરવા માટે દિલીપ કુમારના મેકઅપ રૂમમાં એક પત્ર અને ગુલાબ પણ મોકલ્યું હતું.

મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચે અડચણો ત્યારે શરૂ થઇ જ્યારે આ લવ સ્ટોરી વિશે મધુબાલાના પિતા અતાઉલ્લા ખાનને જાણ થઇ. તેઓ મધુબાલા-દિલીપ કુમારના રિલેશનના વિરુદ્ધમાં હતા. પરંતુ વાત એ સમયે બગડી જ્યારે બીઆર ચોપડા મધુબાલા અને દિલીપ કુમારને લઇને ફિલ્મ ‘નયા દૌર’નું શૂટિંગ શરૂ કરી રહ્યા હતા.

આ ફિલ્મ માટે 40 દિવસ આઉટડોર શૂટિંગ કરવાનું હતું. આ વાત માટે મધુબાલાના પિતા તૈયાર થયા નહીં. જેનું કારણ મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચે પાંગરેલો પ્રેમ અને મધુબાલાની બગડેલું સ્વાસ્થ્ય હતું.

મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા. જો કે તબિયતે સાથ ન દેતા 23 ફેબ્રુઆરી, 1969ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન