Actress Malaika Arora trolled again for her bold Dress
  • Home
  • Featured
  • Photos: ‘મેક્સી ડ્રેસ’માં મલાઈકા અરોરાનો દેખાયો હોટ અંદાજ, પણ ફરી થઈ ગઈ ટ્રોલ

Photos: ‘મેક્સી ડ્રેસ’માં મલાઈકા અરોરાનો દેખાયો હોટ અંદાજ, પણ ફરી થઈ ગઈ ટ્રોલ

 | 6:27 pm IST

એક્ટ્રેસ મલાઈકા અરોરાને બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે. જોકે ઘણી વખતે બોલ્ડ ડ્રેસના કારણે મલાઈકા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ પણ થઈ જાય છે. આ જ ક્રમે હવ અભિનેત્રી ફરી એકવાર ટ્રોલ થઈ છે. જોકે આ વખતે તે એક ફ્રેન્ડ સાથે ડિનર માટે ગઈ હતી અને ત્યારે તેને મેક્સી ડ્રેસ પહેરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા અરોરા તેના ફ્રેન્ડ સાથે ડિનર માટે એક રેસ્ટોરન્ટ પહોંચી હતી. ત્યારે તેને ગ્રીન કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાની આ ડ્રેસ બેકલેસ હતી અને તેનું નેકલાઈન પણ ઘણું ડીપ હતું. આ ડ્રેસના કારણે મલાઈકાને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવા પડી રહ્યો છે. કેટલાક યૂઝર્સ મલાઈકાની ઉંમર અને તેના ડ્રેસિંગ સેંસને લઈ કમેન્ટ કરી રહ્યા છે. ત્યારે કેટલાક યૂઝર્સે તો મલાઈકાની ડ્રેસને અભદ્ર પણ બતાવી. જોકે આવી રીતે ટ્રોલ થવું મલાઈકા માટે કોઈ મોટી વાત નથી. આ પહેલા પણ યૂઝર્સ મલાઈકાના ડ્રેસ અને અન્ય બાબતોને લઈ ટ્રોલ કરતા રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન