Actress Monalisa Dancing on Hook Up song, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ આ એક્ટ્રેસ સાથે ‘હુકઅપ’ સોંગ પર કર્યો હોટ ડાન્સ

Video: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ આ એક્ટ્રેસ સાથે ‘હુકઅપ’ સોંગ પર કર્યો હોટ ડાન્સ

 | 5:18 pm IST

એક્ટ્રેસ મોનાલિસા એક્ટિંગ સાથે તેના ડાન્સ માટે પણ ઘણી જાણીતી છે. તેઓ સતત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જે ફેન્સને ઘણા પસંદ આવે છે. તાજેતરમાં મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વધુ એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ના ‘હુકઅપ’ સોંગ પર ડાન્સ કરતા નજરે આવી રહી છે. આ વીડિયોમાં મોનાલિસા સાથે અભિનેત્રી નિયતિ ફતનાની પણ ઠુમકા લગાવતા દેખાઈ રહી છે.

વીડિયોમાં મોનાલિસા એથનિક લુકમાં દેખાઈ રહી છે. હુકઅપ સોંગ પર બન્ને એક્ટ્રેસ જોરદાર ડાન્સ અને મસ્તી કરી રહી છે. વીડિયો શેર કરી મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું કે,‘આ માત્ર મસ્તી અને સારું લાગવા માટે છે….હુકઅપ સોંગ’. વીડિયોમાં બન્ને એક્ટ્રેસની બોન્ડિંગ જબરદસ્ત દેખાઈ રહી હતી. આ બન્ને એક્ટ્રેસ ટીવી સીરિયલ ‘નઝર’માં સાથે કામ કરે છે. તમને જણાવી દઈએ કે મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ ઘણી વખત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 19 લાખથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન