દરિયામાં ‘અધ્ધર ઊડી’ રહી હતી અભિનેત્રી, પગે દગો આપતા ધબાક કરતી પડી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દરિયામાં ‘અધ્ધર ઊડી’ રહી હતી અભિનેત્રી, પગે દગો આપતા ધબાક કરતી પડી

દરિયામાં ‘અધ્ધર ઊડી’ રહી હતી અભિનેત્રી, પગે દગો આપતા ધબાક કરતી પડી

 | 6:30 pm IST
  • Share

નિયા શર્માનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વોટર સ્પોર્ટ્સ કરતા તે દરિયામાં પડી જાય છે. નિયા શર્માએ આ મજેદાર વિડીયો ખુદ શેર કર્યો છે, જેમાં તે લગ્ઝરી વૉટર સ્પોર્ટ્સ Jet Bladingની મજા લઈ રહી છે. જો કે તેને એ ખબર નહોતી કે બીજી જ ક્ષણે શું થવાનું છે. નિયા શર્માએ આ વિડીયોનું કેપ્શન પણ મજેદાર લખ્યું છે. વિડીયોમાં નિયા વોટર જેટ પેકની સાથે દરિયાની લહેરોથી ઠીક ઉપર ઊડવાની મજા લેતી જોવા મળી રહી છે.

નિયા જેટ બ્લેડિંગની સાથે દરિયાની ઉપર મોજ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ તે દરિયાની સપાટી પર આવે છે અને બીજી જ ક્ષણે તેનો પગ વળી જાય છે અને તે પાણીમાં પડી જાય છે. લોકો આ વિડીયો પર મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન