Actress Nyra Banerjee having Fun Playing and Ghost role in TV Show
  • Home
  • Featured
  • હવે ભૂત બનીને બધાને ડરાવશે આ ગ્લેમરસ હસીના, તમે પણ થઈ જાઓ તૈયાર

હવે ભૂત બનીને બધાને ડરાવશે આ ગ્લેમરસ હસીના, તમે પણ થઈ જાઓ તૈયાર

 | 7:19 pm IST

એક્ટ્રેસ નાયરા બેનરજી શો ‘દિવ્ય દ્રષ્ટિ’માં નકારાત્મક ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેનું કહેવું છે કે આ પાત્રને નિભાવવામાં તેને ખૂબ મજા આવી રહી છે. અત્યાર સુધી તેઓ દિવ્યાના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી હતી. પરંતુ હવે નાયરા ભૂત બનીને લોકોને ડરાવશે. નાયરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક શોમાં તેને પોતાનું અલગ-અલગ ટેલેન્ટ બતાવવાની તક મળી રહી છે અને આ કારણે તે ઘણી ખુશ છે. અત્યાર સુધી તેને કોઈ પણ શોમાં નેગેટિવ રોલ પ્લે કર્યો નહોતો. મને ભૂતનું પાત્ર ભજવવામાં મજા આવશે.

નાયરાએ વધુ ઉમેરતા કહ્યું કે એક કલાકાર તરીકે દરેકને એક્સપેરિમેન્ટ કરવાની તક મળવી જોઈએ. તમને જણાવી દઈએ કે નાયરા બેનરજી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. નાયરાનો હોટ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. નાયરા સતત તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. જે ખૂબજ વાયરલ થયા છે. સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર નાયરા બેનરજીના 3 લાખથી વધુ ફોલોવર્સ છે. નાયરાએ ‘કમાલ, ધમાલ, માલામાલ’ અને ‘વન નાઇટ સ્ટેન્ડ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉપરાંત તે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન