Actress Parvathy thiruvothu Said Stop Connect Priority With Vagina
  • Home
  • Entertainment
  • Bollywood
  • સબરીમાલા વિવાદ: એક્ટ્રેસે કહ્યું, “મહિલાઓની પવિત્રતાને વજાઇના સાથે જોડવાનું બંધ કરો”

સબરીમાલા વિવાદ: એક્ટ્રેસે કહ્યું, “મહિલાઓની પવિત્રતાને વજાઇના સાથે જોડવાનું બંધ કરો”

 | 4:59 pm IST

ઇરફાન ખાન સાથે ‘કરીબ કરીબ સિંગલ’માં જોવા મળી હતી આ અભિનેત્રી

સબરીમાલા મંદિરને લઇને સુપ્રીમ કૉર્ટનાં નિર્ણયનું મલયાલમ એક્ટ્રેસ પાર્વથી થઈરૂવોથુએ સમર્થન કર્યું છે. પાર્વથીનું કહેવું છે કે તે મહિલાઓને અપવિત્ર માનવાની વાતની વિરોધી છે. એક ઇન્ટરવ્યૂમાં પાર્વથીએ બેધડક રીતે પોતાનો મત જણાવ્યો હતો. પાર્વથી ઇરફાન ખાન સાથેની ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’માં કામ કરી ચુકી છે. કેરળમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે અને અહીં સમાજમાં માને ઘરની મુખિયા માનવામાં આવે છે ત્યારે મહિલાઓ પ્રત્યેનું આ વલણ કેરળની સત્યતા કરતા અલગ નથી?

“કાગળ પરનાં આંકડા અને વાસ્તવિક્તા અલગ-અલગ”

આ પ્રશ્નનાં જવાબમાં પાર્વથીએ જણાવ્યું કે, “મને લાગે છે કે કાગળ પર રહેલા આંકડા અલગ છે અને અહીંનાં લોકોની માનસિકતા અલગ છે. લિંગ પ્રમાણે તમારા વિશે નક્કી કરવામાં આવે છે. મારી સાથે પણ આવું થયું હતુ. હું કેવા કપડા પહેરું છું, મારા માતા-પિતા અને ભાઈ સાથે કેવી રીતે વાત કરું છું તે બધું જોવામાં આવે છે. હું 17 વર્ષની વયે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે જોયું કે કાગળ પર જે છે તે અલગ છે અને વાસ્તવિકતા અલગ છે.”

“માસિકધર્મ અપવિત્ર છે તે વાતની હું વિરોધી છું”

કેરળમાં મહિલાઓ સબરીમાલાનાં નિર્ણય પર પોતાના વિચારો વ્યક્ત કરી રહી છે ત્યારે તેમનું શું કહેવું છે તેના જવાબમાં પાર્વથીએ કહ્યું કે, “મે આ મામલે હજુ સુધી કોઈ ટિપ્પણી આપી નથી, પરંતુ આ આખા મુદ્દાને લઇને મે ઘણું વિચાર્યું છે. માસિકધર્મ અપવિત્ર છે તે વાતની હું વિરોધી છું. મે મંદિરોમાં જવાનું બંધ કરી દીધું છે. મને ખબર છે કે લોકો મારો વિરોધ કરશે, પરંતુ હુ સુપ્રીમ કૉર્ટનાં નિર્ણયનાં સમર્થનમાં છું.”

“મહિલાઓની પવિત્રતા લોકો વજાઇના અને વર્જિનિટીથી જોડે છે”

વધુમાં તેણે જણાવ્યું કે, “લોકો માને છે કે માસિક ધર્મ દરમિયાન મહિલા અપવિત્ર હોય છે. મહિલાઓની પવિત્રતા લોકો વજાઇના અને વર્જિનિટીથી જોડે છે. આ માનસિકતા દૂર કરવી જરૂરી છે. મને ખબર નથી કે આવું કરવામાં કેટલા વર્ષો કે પેઢીઓ જતી રહેશે.”