Actress Pavitra Punia Photoshoot Pictures goes Viral on Social Media
  • Home
  • Featured
  • ‘Naagin 3’ની એક્ટ્રેસે બેકલેસ બ્લાઉઝમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, વાયરલ થઈ તસવીરો

‘Naagin 3’ની એક્ટ્રેસે બેકલેસ બ્લાઉઝમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, વાયરલ થઈ તસવીરો

 | 5:12 pm IST

ટીવીની સૌથી પોપ્યુલર સીરિયલ ‘Naagin 3’માં બેલાની સાસુ પોલોમીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ પવિત્રા પૂનિયા હાલ તેના બોલ્ડ ફોટોશૂટના કારણે ઘણી ચર્ચામાં છે. આ ફોટોઝમાં પવિત્રા બેકલેસ બ્લાઉઝ અને સાડીમાં નજરે આવી રહી છે. જેમાં તેઓ ખૂબજ બોલ્ડ અને ગ્લેમસર દેખાઈ રહી છે. પવિત્રાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે.

તમને જણાવી દઈએ કે પવિત્રાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં તે બેકલેસ બ્લાઉઝમાં નજરે આવી રહી છે. પવિત્રાની આ તસવીરોને ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. ફોટોઝમાં પવિત્રાએ મોવ કલરની શિમર સાડી સાથે હોલ્ટર નેક બ્લાઉઝ કેરી કર્યું છે. એક તસવીરમાં પવિત્રા એક બાઇક પર પોઝ આપતા પણ નજરે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પવિત્રા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. સીરિયલ ‘નાગિન 3’માં પવિત્રા માહિરની સાવકી મા અને બેલાની સાસનો રોલ પ્લે કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન