Actress Pooja Gandhi in a spot for non-payment of bills
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોટલનું 4.5 લાખ રૂપિયા બિલ ચુકવ્યા વગર અભિનેત્રી થઈ ગઈ છૂમંતર

હોટલનું 4.5 લાખ રૂપિયા બિલ ચુકવ્યા વગર અભિનેત્રી થઈ ગઈ છૂમંતર

 | 9:32 pm IST

બોલીવુડની 50થી પણ વધારે ફિલ્મોમાં અભ્યાસ કરી ચુકેલી પ્રોડ્યુસર-એક્ટ્રેસને લઈને એક વિચિત્ર વિવાદ સામે આવ્યો છે. અભિનેત્રી પર આરોપો છે કે, તેણે હોટલનું 4.5 લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર થઈ ગઈ.

આ અભિનેત્રી તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ અભિનેત્રીનું નામ પૂજા ગાંધી છે. જે અગાઉ પણ વિવાદમાં સપડાઈ હતી.

પૂજા બેંગલુરૂની એક આલિશાન હોટલમાં થોડાક દિવસોથી રોકાઈ હતી. ઘણા દિવસો સુધી હોટલની સુવિધાઓ લીધા બાદ જ્યારે પૂજાને ખબર પડી કે બિલ 4.5 લાખ રૂપિયા થઈ ગયું છે તો તે બિલ ચુકવ્યા વગર જ ત્યાંથી નાસી ગઈ હતી.

હોટલના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પૂજા ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલાવતા પૂજાએ 2 લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. પૂજાએ પોલીસને આજીજી કરી હતી કે હોટલના બિલની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે.

હોટલના કર્મચારીઓએ પૂજાની આ વાત માની લીધી છે. જોકે પૂજા કંઈ પહેલીવાર વિવાદમાં નથી ફસાઈએ. વર્ષ 2011માં પ્રોડ્યુસર કિરણ સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. બંનેએ એકબીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પૂજાએ વર્ષ 2002માં ફિલ્મ દુશ્મનીથી ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 30 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ Dandupalyaમાં તેના કામના ભારોભાર વખાણ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન