Actress Poonam Pandey reacts on Pregnancy news, Says I Will Confirm Myself
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2 મહિના પહેલા જ લગ્ન કરનારી આ અભિનેત્રી ગર્ભવતી બની ગઈ!!! એક્ટ્રેસે કર્યો ઈશારો

2 મહિના પહેલા જ લગ્ન કરનારી આ અભિનેત્રી ગર્ભવતી બની ગઈ!!! એક્ટ્રેસે કર્યો ઈશારો

 | 4:42 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે (Poonam Pandey) અવારનવાર વિવાદમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ તે પોતાના લગ્નજીવન (Poonam Pandey Lifestyle) ને લઈને વિવાદોમાં ઘેરાઈ હતી હવે ફરી એકવાર પૂનમ ચર્ચાનો વિષય બની છે. આ વખતે પૂનમ તેના અંગત જીવનને લઈને ચર્ચાના ચકડોળે ચડી છે.

અભિનેત્રી (Actress)એ 2 મહિના પહેલાં જ સેમ બોમ્બે (Sam Bombay) સાથે લગ્ન કર્યા હતાં. લગ્નને અઠવાડીયુ પણ નહોતુ થયું ને પૂનમનાં પતિ દ્વારા મારઝૂડનાં સમાચાર સામે આવ્યાં હતાં. જોકે બાદ પૂનમે અને પતિ સેમે સમજૂતી કરી લેતા મામલો થાળે પડી ગયો હતો. હવે પૂનમ પાંડેની પ્રેગ્નેન્સી (Pregnancy)ની ખબર સામે આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂનમ પાંડે પ્રેગ્નેન્ટ છે. જેનાં પર પૂનમે ચુપ્પી તોડી છે. પૂનમે તેની પ્રેગ્નેન્સીના અહેવાલોને લઈ કહ્યું હતું કે, જો આમાંથી કંઇપણ સત્ય હોય તો હું આપને જાતે જ માહિતી આપીશ. આમ પૂનમે રહેલી પ્રેગ્નેન્સીની વાતનો ઇન્કાર કર્યો છે કે ન તો તેને સાચી ગણાવી છે.

થોડા સમય પેહલા જ પૂનમ પાંડે ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરાવીને મુશ્કેલીમાં મુકાઈ હતી. ગોવાની એક મહિલા વિંગે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. આ મામલે પૂનમ પાંડે અને તેનાં પતિને સરકારી પ્રોપ્રટી પર અશ્લીલ વીડિયો શૂટ કરવાનાં આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યાં હતા.

જોકે આ મામલે કોર્ટે પૂનમ અનેતેનાં પતિને મુંબઇ જવાની પરવાનગી આપી દીધી હતી જે બાદ બંને 13 નવેમ્બરનાં પરત આવ્યાં હતાં. આ પહેલાં પૂનમ સાથે મારઝૂડ કરવાનાં આરોપમાં પતિ સેમ બોમ્બે વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન