Video: ભૂતની એક્ટિંગ કરતાં કરતાં એક્ટ્રેસમાં ઘૂસી ગયું ભૂત? પછી થયું જોવા જેવું... - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • Video: ભૂતની એક્ટિંગ કરતાં કરતાં એક્ટ્રેસમાં ઘૂસી ગયું ભૂત? પછી થયું જોવા જેવું…

Video: ભૂતની એક્ટિંગ કરતાં કરતાં એક્ટ્રેસમાં ઘૂસી ગયું ભૂત? પછી થયું જોવા જેવું…

 | 6:14 pm IST

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કમ્બોડિયન એક્ટ્રેસને બતાવવામાં આવી છે, જે ભૂતનું પાત્ર ભજવી રહી છે. આ દરમિયાન કથિત રીતે તેને વાસ્તવમાં એક ભૂતે પોતાના કાબૂમાં લઈ લીધી હોવાનું ચર્ચાય છે.

એવું કહેવાય છે કે, શૂટિંગ દરમિયાન જ્યારે એક્ટ્રેસ ભૂતનું પાત્ર ભજવી રહી હતી, ત્યારે તેનામાં કોઈ ખરાબ આત્મા પ્રવેશી ગઈ હતી. વીડિયોને ઘણા બધા લોકોએ શેર કર્યો છે. શૂટિંગ કમ્બોડિયામાં થયું હતું, જ્યારે એક્ટ્રેસ એક ભૂતિયા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ, એક્ટ્રેસે ત્યાર બાદ તેની સાથે કામ કરી રહેલી કૉ-એક્ટ્રેસ પર હુમલો કર્યો હતો. એક્ટ્રેસે એક તારથી તેની કૉ-સ્ટારનું ગળું દબાવવાની કોશિશ કરી હતી, જેના કારણે તેના ગળા પર નિશાન બની ગયા હતા.

વીડિયોને Khom Sokkhaythit નામના એક યુઝરે આ વિડિયો તેણે તેના ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને એક યુટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કર્યો છે. કેટલીક તસવીરોમાં આ ઘટના બાદ યુવતી રડતી અને ફોન પર કોઈ સાથે વાત કરતી દેખાઈ શકે છે.