Actress Priyanka Chopra bindass Dance on Bollywood Song in Party
  • Home
  • Videos
  • Featured Videos
  • પગમાં ઈજા છતાંયે પાર્ટીમાં પ્રિયંકાનો અદભુત ડાંસ, જુઓ Video

પગમાં ઈજા છતાંયે પાર્ટીમાં પ્રિયંકાનો અદભુત ડાંસ, જુઓ Video

 | 11:19 pm IST

પ્રિયંકા ચોપરા જ્યારથી ભારત પાછી ફરી છે ત્યારથી તે ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ગઈ રાત્રે જ પ્રિયંકા પગમાં ઈજા પહોંચી હોવા છતાંયે હોલિવુડ સ્ટાઈલમાં ‘ધ સ્કાય ઈજ પિંક’ નામની રેપઅપ પાર્ટીમાં શામેલ થઈ હતી. જેમાં પ્રિયંકાના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે. આ પાર્ટીના કેટલાક વીડિયો સામે આવ્યા છે જે જોઈને સૌકોઈ હેરાન છે.

વીડિયોમાં પ્રિયંકા ચોપરા પોતાના પગમાં ઈજા હોવા છતાયે મન મુકીને નાચે છે.  પ્રિયંકા રેપઅપ પાર્ટીમાં બોલિવુડ સોંગ પર તો એવી રીતે નાચે છે જાણે કે તેને કોઈ ઈજા જ નથી થઈ અને એકદમ સાજી નરવી છે. દેસીગર્લ સફેદ રંગના વન પીસમાં પ્રિયંકા અદભુત લાગી રહી છે. તેનો આ ડ્રેસ ઢીંચણ સુધીનો જ હતો. જેના પરથી લાગી રહ્યું છે કે કાં તો તેને પગમાં ઈજા છે અથવા તો ઢીંચણ પર કંઈક વાગ્યુ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન