ફિલ્મોની લાડકી માતા રીમા લાગુનું થયું નિધન - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ફિલ્મોની લાડકી માતા રીમા લાગુનું થયું નિધન

ફિલ્મોની લાડકી માતા રીમા લાગુનું થયું નિધન

 | 9:24 am IST

એક સમયે બોલિવૂડની અનેક ફિલ્મોમાં માતાના રોલમાં પ્રખ્યાત બનેલી રીમા લાગૂનું આજે વહેલી સવારે 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થઈ ગયુ છે. કાર્ડિયાક અરૅસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું.

બોલિવુડની ફેવરિટ મોમ
જેમ આલોકનાથ બોલિવુડના બાબુજી તરીકે પ્રખ્યાત છે, તેમ રીમા લાગુ બોલિવુડની ફેવરિટ માતા તરીકે પ્રખ્યાત છે. તેમણે લગભગ લાંબા સમય સુધી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. રાજશ્રી પ્રોડક્શનની અનેક ફિલ્મોમાં તો તે જ માતાના રોલમાં હોય છે, તેમાં પણ સલમાન ખાનની માતાના રોલમાં તે વધુ ફેમસ બની હતી. હમ આપકે હૈ કોન, મૈને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈ, આશિકી, સાજન, વાસ્તવ, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોમા માનો રોલ લોકોને વધુ પસંદ આવ્યો હતો. આ ઉપરાંત ટીવી પડદા પર સીરિયલ શ્રીમાન શ્રીમતી અને તૂ તૂ મેં મેંના પાત્રો પણ સૌથી વધુ વખાણાય છે. રીમા લાગુ હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પણ હિસ્સો રહ્યા હતા.

બપોરે અંતિમ સંસ્કાર કરાશે
બુધવારે રાત્રે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાલે તેમણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. પરંતુ આજે સવારે પાંચ વાગે તેમને એટેક આવ્યો હતો અને ત્યારપછી તેમનું નિધન થઈ ગયું હતું. તેમના જમાઈ વિનય વાયકુલના જણાવ્યા પ્રમાણે આજે બપોરે અંદાજે બે વાગે ઓશિવરા સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.